Not Set/ અમદાવાદનાં નવા મ્યુનિ કમિશનર આકરા પાણીએ, કર્યા આવા આકરા આદેશ

અમદાવાદ મ્યુનિ કમિશન નહેરા કોરન્ટાઇન થતા તેમના સ્થાને ચાર્જ સંભાળનારા નવા મ્યુનિ. કમિશનર  મુકેશ કુમાર કોરોના મામલે આકરા પાણીએ જોવામાં આવ્યા. નવા મ્યુનિ. મિશનર  મુકેશ કુમાર દ્રારા કડક આદેશ આપવામાં આવવાની સાથે સાથે તમામ ડેપ્યુ. મ્યુ. કમિશનરોને આદેશોનુ કડકમાં કડક રીતે પાલન કરી લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે આદેશ આપ્યા છે.  આજે રાત્રે બાર વાગ્યા થી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં […]

Ahmedabad Gujarat

અમદાવાદ મ્યુનિ કમિશન નહેરા કોરન્ટાઇન થતા તેમના સ્થાને ચાર્જ સંભાળનારા નવા મ્યુનિ. કમિશનર  મુકેશ કુમાર કોરોના મામલે આકરા પાણીએ જોવામાં આવ્યા. નવા મ્યુનિ. મિશનર  મુકેશ કુમાર દ્રારા કડક આદેશ આપવામાં આવવાની સાથે સાથે તમામ ડેપ્યુ. મ્યુ. કમિશનરોને આદેશોનુ કડકમાં કડક રીતે પાલન કરી લોકડાઉનનો ચૂસ્ત અમલ કરાવવા માટે આદેશ આપ્યા છે. 

આજે રાત્રે બાર વાગ્યા થી અમદાવાદ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ફક્ત દૂધ અને દવા સિવાયની તમામ દુકાનો બંધ રહેશે. ફળ, શાકભાજી અને કરિયાણાની દુકાનો પણ બંધ રહેશે. જી હા પેરામિલિટરી ફોર્સ ઉતાર્યા બાદ અમદાવાદ માટે વધુ એક મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદમાં 15 મેં સુધી સંપૂર્ણ  લોકડાઉન જાહેર કરતા કમિશનર  મુકેશ કુમાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, અમદાવાદમાં તમામ પ્રકારની દુકાનો બંધ રખવામાં આવશે. જી હા, તમામ પ્રકારમાં ફ્રુટ્સ, શાકભાજી, કરિયાણાનો પણ સમાવેશ થતો હોવાથી આ દુકાનો પણ બંધ રખાશે. આ જાહેર આદેશનું પાલન આજ રાતથી 15 મે સુધી અમલી રહેશે. 

આદેશનું ભંગ કરી કોરોનાનાં વાહક બનનાર લોકો માટે આવનાર સમય મુશ્કેલ હોવાનો અણસાર આપતા મુકેશ કુમાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આદેશનુ પાલન ન કરનારનની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ 1897 પ્રમાણે પણ કાર્યવાહી કરી કલમ 188 અને 270 પ્રમાણે ગુનો દાખલ કરવામાં આવશે. અમદાવાદનાં તમામ ઝોનનાં ડેપ્યુ. મ્યુ. કમિશનરોને આદેશોના કડક અમલ માટે પણ કહી દેવામાં આવ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન