Bhuj News/ આડેસરમાં ફર્યું દાદાનું બુલડોઝર, ત્રણ આરોપીઓના મકાનો કર્યા જમીનદોસ્ત

રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ લોકોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે.

Top Stories Gujarat Others Breaking News

Bhuj News: રાપર તાલુકાના આડેસર ગામમાં ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ત્રણ લોકોના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપી વિકાસ સહાયના આદેશ મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા અને પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી આડેસર પોલીસ ઇન્સ્પેક્ટર જેએમ વાળાએ કરી હતી. આરોપી અયુબ અનવર હિંગોરજાએ 3500 ચોરસ ફૂટમાં સાત રૂમ, એક શૌચાલય-બાથરૂમ અને એક હોલ બનાવ્યો હતો.

સાત ઓરડી, સંડાસ બાથરૂમ તથા હોલ અને નજરમામદ અયુબ હિંગોરજા દ્વારા બે મકાન અને એક દુકાન પર બુલડોઝર ફેરવી દેવામા આવ્યું છે. ઉપરાંત બાલા રુપા કોળીનુ એક મકાન તોડી પાડવામાં આવ્યું છે.અનવર હિંગોરજા પર 15 જેટલા ગુના છે અને બાલા રુપા કોળી પર 21 પર ગુના છે નજરમામદ હિંગોરજા પર 6 ગુના દાખલ થયેલા છે.ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આડેસર પોલીસ ઈન્સ્પેક્ટર જે.એમ.વાલા અને પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જૂનાગઢનાં ગુજસીટોકનાં ‘કુખ્યાત’ આરોપી કાળા દેવરાજનાં બંગલા પર બુલડોઝર ફેરવાયું

આ પણ વાંચો:હાઈકોર્ટે બુલડોઝર ચલાવીને ન્યાયાધીશને ફટકાર લગાવી;10 લાખનું વળતર, અધિકારી પાસેથી 2 લાખ વસૂલવામાં આવશે

આ પણ વાંચો:અમદાવાદ શહેરમાં ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફરી વળ્યું