આજે પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી)ને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે દેશનાં જુદા જુદા ભાગોમાં ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. રાજપથ પર રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને પ્રજાસત્તાક દિવસની શુભેચ્છા પાઠવી હતી. આપને જણાવી દઈએ કે, આ પ્રજાસત્તાક દિવસે, બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, જેયર મેસિઅસ બોલ્સોનારો મુખ્ય મહેમાન તરીકે ભારતની મુલાકાતે આવ્યા છે.
Delhi: PM Modi leads the nation in paying tributes to the fallen soldiers, by laying a wreath at National War Memorial. Chief of Defence Staff Gen Bipin Rawat, Army Chief Gen Naravane, Navy Chief Admiral Karambir Singh, Air Force Chief Air Marshal RKS Bhaduria present pic.twitter.com/DopNkALhVA
— ANI (@ANI) January 26, 2020
તે જાણીતું છે કે, વર્ષ 2020 માં ભારત પોતાનો 71 મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે હજારો લોકો રાજપથ પર પરેડ જોવા માટે પહોંચ્યા છે. બ્રાઝિલનાં રાષ્ટ્રપતિ, જેયર મેસિઅસ બોલ્સોનારોએ પણ રાજપથ ખાતે આ સમગ્ર માહોલને નિહાળ્યો હતો, જ્યારે દેશનાં રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમનું સ્વાગત કર્યું હતું. બીજા પ્રસંગને કારણે 71 મો ગણતંત્ર દિવસ વિશેષ બની ગયો છે, પીએમ મોદીએ અહીં એક નવી પરંપરા શરૂ કરી છે.
Delhi: PM Modi leads the nation in paying tributes to soldiers who lost their lives in the line of duty, by laying a wreath at National War Memorial. CDS Gen Bipin Rawat, Army Chief Gen Naravane, Navy Chief Admiral Karambir Singh, Air Force Chief Air Marshal RKS Bhaduria present. pic.twitter.com/CGTWo2Co4Y
— ANI (@ANI) January 26, 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રજાસત્તાક દિન પર 48 વર્ષ જુની પરંપરા તોડીને નવું પુનરુત્થાન શરૂ કર્યું હતું. રવિવારે રાજપથ પરેડ પહેલા પીએમ મોદીએ ઇન્ડિયા ગેટ પાસે નવા બનેલા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધી હતી અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીનાં આ પગલાથી દરેકને આશ્ચર્ય થયું કારણ કે આ પહેલા પોતે પીએમ મોદી અને ભારતનાં પૂર્વ વડા પ્રધાન યુદ્ધવીરોની શહાદતને સલામ આપવા માટે ઇન્ડિયા ગેટ પર અમર જવાન જ્યોતિની મુલાકાત લેતા હતા.
Delhi: Crowds in large numbers have arrived at Rajpath to witness the 71st #RepublicDay parade. pic.twitter.com/AC36aX2gM6
— ANI (@ANI) January 26, 2020
પીએમ મોદી ઉપરાંત સીડીએસ જનરલ બિપિન રાવત, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ એમએમ નરવાણે, નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહ અને એરફોર્સ ચીફ આરકેએસ ભદૌરીયા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર હાજર રહ્યા હતા અને શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. 71 માં પ્રજાસત્તાક દિન પર નવી પરંપરાનો પ્રારંભ કરતા પીએમ મોદીએ અમર જવાન જ્યોતિને શ્રદ્ધાંજલિ આપવાને બદલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
