મહાપાલિકાની સામાન્ય સભા બની તોફાની
સામાન્ય સભામાં ઝપાઝપીના દૃશ્યો સર્જાયા
મહિલા પોલીસ અને નગરસેવિકા વચ્ચે ઝપાઝપી
આજે રાજકોટ મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ હતી. આ સામાન્ય સભા તોફની બની છે. જેમાં એક મહિલા પોલીસ અને નગર સેવિકા વચ્ચે મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા.રાજકોટ મહાપાલિકાના ઇતિહાસમાં આજનો દિવસ કાળા દિવસ તરીકે ઓળખાશે.
મહાપાલિકાની સામાન્ય સભામાં આજે મહિલા નગરસેવકો અને વિરોધ પક્ષના કોર્પોરેટર વિરોધ દર્શાવી રહયા હતા, ત્યારે પોલીસ બોર્ડમાં ઘસી આવી હતી મહિલા પોલીસ કર્મચારીઓએં મહિલા નગરસેવિકાઓના હાથમાં રહેલા બેનર અને પોસ્ટર ને છીનવી લીધા હતા. પોસ્ટર છીનવવા માટે મહિલા નગરસેવક અને મહિલા પોલીસ કર્મચારીઓ વચ્ચે ઝપાઝપી થઇ હતી.
નિયમ મુજબ બોર્ડની કામગીરી ચાલુ હોઈ ત્યારે પોલીસને અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. બોર્ડમાં પોલીસને બદલે માર્શલ રાખવામાં આવે છે. પરંતુ આ વખતે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરવા માટે બોર્ડ ચાલ્યું હોઈ તેવું જોવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
