Gujarat News/ સેમ્પલ રજીસ્ટ્રેશન સિસ્ટમ મુજબ રાજ્યમાં માતા મૃત્યુદર વર્ષ 2023માં પ્રતિ એક લાખ જીવિત જન્મે 51 થયો

રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સગર્ભા માતાઓને ગુણવત્તાસભર સેવાઓ પૂરી પાડવાના સતત પ્રયત્નોના પરિણામે રાજ્યમાં માતા મૃત્યુદરમાં પ્રતિ વર્ષ ઘટાડો નોંધાઈ રહ્યો છે.

Gujarat
Gujarat ranks fifth with the lowest rate

આ અંગે વધુ વિગતો એવી છે કે, માતા મૃત્યુદરમાં ઘટાડો કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના નેતૃત્વમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા અનેક અસરકારક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. જે અન્વયે સગર્ભાવસ્થાની વહેલી નોંધણી(ANC), 4થી વધુ પૂર્વ પ્રસૂતિ તપાસ(૪ ANC), અતિ જોખમી લક્ષણો ધરાવતી માતાઓની વિશેષ કાળજી, સંસ્થાકીય પ્રસૂતિ, પ્રસૂતિ બાદની તપાસ અને માતા મૃત્યુનાં કારણોની વિસ્તૃત સમીક્ષા પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
ગત વર્ષ 2024-25માં ખિલખિલાટ યોજના થકી 19.2 લાખ માતાઓ અને 12.5 લાખ નવજાત શિશુઓને લાભ આપવામાં આવેલ છે.

વર્ષ 2024-25 થી અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજનામાં કુલ 19 પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.15,000/-ની સહાય ચુકવવામાં આવે છે.

તેમજ નમોશ્રી યોજનામાં કુલ 11 પ્રકારના માપદંડો ધરાવતી સગર્ભા માતાઓને રૂ.12,000/-ની સહાય ચુકવવામાં આવે છે.

વધુમાં રાજ્યમા પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃતવ અભિયાન(PMSMA) જૂન-2016થી શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનનો હેતુ જાહેર આરોગ્‍યની સંસ્‍થા દ્વારા સગર્ભાની, ખાસ કરીને જોખમી સગર્ભાઓની બીજી અને ત્રીજી તપાસના સમયગાળામાં નિષ્‍ણાંત દ્વારા પૂર્વ પ્રસૂતિ તપાસ કરાવી જરૂરી સેવાઓ પૂરી પાડવાનો છે. જેમાં દર માસની ૯મી અને 24મી તારીખે જાહેર આરોગ્‍ય સંસ્‍થાઓ પર PMSMA અભિયાન અંતર્ગત 502 ખાનગી ગાયનેકોલોજીસ્ટ દ્રારા સેવા પુરી પાડવામાં આવે છે.

માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદરમાં ઘટાડા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ માતા આરોગ્યલક્ષી યોજનાઓને અમલમાં મૂકવામાં આવી છે, જેમાં જનની સુરક્ષા યોજના, જનની શિશુ સુરક્ષા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, એક્સ્ટેન્ડેડ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન, ખિલખિલાટ અતિ જોખમી ચિહ્નો ધરાવતી સગર્ભા માતાઓ માટેની યોજના, નમોશ્રી યોજના વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક પગલાઓનો વ્યાપ અને તેની અસરકારકતા વધારવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે.