Junagadh/ ગિરનાર પર્વત ઉપર ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે 11 કેવીનું થયું લોકાર્પણ

ગિરનાર (Girnar) પર્વત (Mountain) ઉપર 11કેવી (11KV)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે રાજ્યનું પ્રથમ ઊંચાઈ ઉપર સબસ્ટેશન તૈયાર થયું.

Top Stories Gujarat Others Uncategorized

Junagadh News : ગિરનાર (Girnar) પર્વત (Mountain) ઉપર 11કેવી (11KV)નું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સાથે રાજ્યનું પ્રથમ ઊંચાઈ ઉપર સબસ્ટેશન તૈયાર થયું. ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ઊર્જામંત્રીએ ગિરનાતર પર્વત ઉપર માતાજીની પૂજા કર્યા બાદ આર્શીવાદ લીધા. 11કેવીના લોકાર્પણ પ્રસંગે ઊર્જામંત્રી કનુભાઈ દેસાઈ ઉપરાંત  ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નોંધનીય છે કે જૂનાગઢ ગિરનાર પર્વત પર છેલ્લા ઘણા વર્ષોથી વીજ સમસ્યા અને પાણીની સમસ્યા જોવા મળતી હતી. જેના લીધે પર્વતના ધર્મસ્થાનો અને યાત્રિકો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આથી આ સંદર્ભે રાજ્ય સરકારને આ સમસ્યાની રજૂઆત કરાતા 11 કેવીના કામગીરી હાથ ધરાઈ હતી. જેના બાદ રાજ્ય સરકાર દ્વારા હાલ પીજીવીસીએલ દ્વારા 11 કેવીની વીજ લાઈન કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે . તેમજ રાજ્ય સરકાર દ્વારા ભવનાથથી પર્વત ઉપર પાણીની લાઈન નાખીને પૂરતા પ્રમાણ પાણી મળી રહે તેના માટે સિદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે ગિરનાર અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગિરી બાપુએ રાજ્યના મુખ્યમંત્રી અને તંત્ર પાસે એવી અપીલ બાદ વર્ષો જૂની વીજ પુરવઠાની માંગ પૂર્ણ થઈ છે.  હાલ 11 કેવી વીજ લાઈન કામગીરી પૂર્ણ થતા ઉર્જામંત્રી દ્વારા સબસ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

ગિરનારની પરિક્રમા પાર્ટ-1ઃ જાણો રોચક ઈતિહાસ - મુંબઈ સમાચાર

માતાજીના નવલા નોરતા શરુ થવાના છે તો નવરાત્રી પેહલા વીજ લાઈન કાર્યરત કરીને વીજ પુરવઠાનું વેહલી તકે લોકાર્પણ કરવામાં આવતા માતાજીનું મંદિર ઝળહળતું રહેશે અને ભક્તોને પણ સુવિધાનો લાભ મળશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જૂનાગઢમાં ચાર કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો

આ પણ વાંચો: જૂનાગઢનાં ભૂતપૂર્વ કોર્પોરેટર નશાની સ્થિતિમાં ઝડપાયા અને જામીન પર છૂટી ગયા

આ પણ વાંચો: જૂનાગઢમાં સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા