Junagadh News: જૂનાગઢના ભૂતપૂર્વ કોર્પોરેટર નશાની સ્થિતિમાં ઝડપાયા હતા. ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર રાકેશ ધૂલેશિયા નશાની સ્થિતિમાં ઝડપાયા હતા. તેઓ ઝાંઝરડા રોડ પરથી નશાની હાલતમાં પકડાયા હતા. ભૂતપૂર્વ કોર્પોરેટર રાકેશ ધૂલેશિયાએ પીધેલી હાલતમાં રસ્તા પર માથાકૂટ કરતાં લોકો એકત્રિત થયા હતા અને પોલીસ બોલાવી હતી. પોલીસે ભૂતપૂર્વ કોર્પોરેટરને ઝડપી કાર્યવાહી કરી છે. જો કે તેમને બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 12 કલાક બેસાડીને પછી જામીન પર છોડી પણ દેવાયા છે.
જૂનાગઢમાં પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં મળી આવ્યા છે,ઝાંઝરડા રોડ વિસ્તરમાં કે.જે હોસ્પિટલની બાજુમાં ઘણા લોકો ટોળું કરીને ઉભી રહ્યા હતા અને તે દરમિયાન પોલીસ ત્યાં પહોંચી અને સામે આવ્યું કે પૂર્વ સ્ટેન્ડિગ કમિટી નશો કરીને ધમાલ મચાવી રહ્યાં છે તે દરમિયાન તેમની અટકાયત કરીને પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ પૂછપરછ કરી હતી,તેમની જીભ પણ અચકાતી હતી અને તેઓ ભાનમાં હતા નહી.
પોલીસે ધરપકડ કરીને ગુનો નોંધ્યો છે અને જેલ હવાલે કર્યા છે,પોલીસે તેમની ધરપકડ કરીને તેમના લોહીના રીપોર્ટ પણ કરાવ્યા છે તેમાં સામે આવ્યું કે રાજેશ ધૂલેશિયા નશો કરેલી હાલતમાં છે.પોલીસે તેમને જામીન તો આપ્યા નહી પણ કોર્ટમાં લઈ જઈને જામીન માટે કાર્યવાહી કરાશે,ત્યારે અગામી સમયમાં અન્ય શું ખુલાસા થાય છે તે જોવાનું રહ્યું,ધૂલેશિયાએ અગાઉ કોઈ સાથે મગજમારી કરી છે કે નહી તે દિશામાં પોલીસે તપાસ હાથધરી છે.
પોલીસે આરોપીની ધરપકડ કરીને કલમ 66 (1) બી મુજબ કાર્યવાહી કરી છે.આવી રીતે નશો કરીને રસ્તા પર માથાકૂટ કરવી યોગ્ય છે ? એક હોદ્દો ભોગવી ચૂકેલા વ્યકિત જો આવી રીતે નશો કરશે તો તમે પણ વિચાર કરી શકો છો કે તેમની માનસિકતા કેવી હશે,નશો કરીને પોતાની જાતને હોશિયાર માનનારા વ્યકિત પોલીસની હાથકડીમાથી તો નથી છૂટી શકતા પરંતુ અન્ય લોકોની નજરમાં પણ તેઓ ઉતરી જાય છે અને લોકો તેમનાથી દૂર ભાગી જતા હોય છે.
આ પણ વાંચોઃ ખાનગી ઓપરેટરોના પ્લાસ્ટિકના નિકાલ સામે હાઇકોર્ટ જૂનાગઢ મ્યુનિ.થી નારાજ
આ પણ વાંચોઃ જૂનાગઢમાં સસરાની હત્યા કરનાર જમાઈને આજીવન કેદની સજા
આ પણ વાંચોઃ જૂનાગઢમાં તૂટેલા રોડ અને ગટરની કામગીરી થશે શરૂ, મનપા કમિશનરે આપ્યો વળતો જવાબ