વડોદરા/ મહાનગરપાલિકામાં કોરોના વિસ્ફોટ, ભાજપના કાઉન્સિલરો થયા કોરોના સંક્રમિત

વડોદરા મનપામાં કોરોના વિસ્ફોટ , ભાજપના કાઉન્સીલર કોરોના સંક્રમિત

Gujarat Vadodara Trending

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંપન્ન થઈ ચુકી છે. તમામ મનપામાં ભાજપનો ભગવો લહેરાયો છે. ત્યારે ભગવની સાથે હવે મનપામાં કોરોના વિસ્ફોટ પણ શરુ થઇ ગયો છે. વાત કરીએ વડોદરા મનપાની તો અહીં મનપામાં ભાજપના એક સાથે ત્રણ જેટલા કોર્પોરેટર કોરોના સંક્રમિત બન્યા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા મનપા માં કોરોનાએ માઝા મૂકી છે. બેફામ સભાઓ અને કોરોના ગાઈડલાઈન્સ ની ઐસી કી તૈસી કરતા નેતાઓ આજે કોરોનાનો શિકાર બની રહ્યા છે. વડોદરા મનપાના હેમિષા ઠક્કર સહીત અન્ય બે મહિલા કાઉન્સિલરોને કોરોના થયો છે. જેમાં જ્યોતિબેન પટેલ, રીટા આચાર્યને કોરોના થયો હોવાની વિગતો સાંપડી રહી છે. ‘શીવજી કી સવારી’  સહિતના કાર્યક્રમોમાં આ તમામ કાઉન્સીલર હાજરી આપી હતી.

જયારે ઉમરેઠ  ભાજપ મહિલા સંગઠનના નેતા રેખાબેન પટેલનું કોરોનાને કારણે મોત થયું છે. છેલ્લા એક અઠવાડિયાથી તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. આજે તેમને અંતિમ શ્વાસ લીધા છે. રેખાબેન પટેલ ઉમરેઠ તાલુકા ભાજપના મહિલા સંગઠનના નેતા હતા. અને સાથે થામણાના સરપંચ પણ હતા.