Not Set/ અમદાવાદ/ મહિલા પોલીસકર્મી જ અસુરક્ષિત, નોંધાવી પોલીસકર્મી વિરુદ્ધ જ ફરિયાદ …

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે.  એકતરફી પ્રેમમાં પાગલ અજય બરંડા નામના પોલીસકર્મીએ  તેને મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે માથાકૂટ કરી હતી. ફરિયાદ મુજબ મહિલા પોલીસકર્મી અને આરોપી લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. બન્ને વચ્ચે પોલીસ ટ્રેનિંગ વખતે પ્રેમસંબંધો બંધાયા હતા. જો કે મહિલાએ કોઈ કારણસર અન્ય યુવક સાથે […]

Ahmedabad Gujarat

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં એક મહિલા પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી છે.  એકતરફી પ્રેમમાં પાગલ અજય બરંડા નામના પોલીસકર્મીએ  તેને મારી નાખવાની ધમકી આપી અને તેની સાથે માથાકૂટ કરી હતી. ફરિયાદ મુજબ મહિલા પોલીસકર્મી અને આરોપી લાંબા સમયથી એકબીજાના પરિચયમાં હતા. બન્ને વચ્ચે પોલીસ ટ્રેનિંગ વખતે પ્રેમસંબંધો બંધાયા હતા.

જો કે મહિલાએ કોઈ કારણસર અન્ય યુવક સાથે લગ્ન કરી લેતા ગુસ્સે ભરાયેલા તેના પોલીસકર્મીએ તેના સાસરે જઈ હંગામો કર્યો હતો. એટલું જ નહીં, જાહેર રસ્તા પર તેની છેડતી પણ કરી હતી. અગાઉ મહિલા પોલીસકર્મીએ વટવા GIDC પોલીસ સ્ટેશનમા પણ અરજી કરી હતી. આમ છતાં આરોપી ન સુધરતા હવે તેણે પોલીસ ફરિયાદ દાખલ કરી છે. ફરીયાદી મહિલા મણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જયારે આરોપી અજય બરંડા  આઈ ડીવીઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની  નવી મોબાઇલ એપ્લિકેશન