Junagadh News/ જૂનાગઢમાં તૂટેલા રોડ અને ગટરની કામગીરી થશે શરૂ, મનપા કમિશનરે આપ્યો વળતો જવાબ

જૂનાગઢ મનપા કમિશનર ઓમપ્રકાશે MLA સંજય કોરડીયાના પત્રનો જવાબ આપ્યો, ચોમાસુ પૂર્ણ થતા શહેરમાં રસ્તા અને ગટરની કામગીરી શરૂ કરાઈ. જૂનાગઢ મનપા કમિશનર ઓમપ્રકાશે પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્ય સંજય કોરડીયાના પત્રનો જવાબ આપ્યો હતો.

Gujarat Others Breaking News

Junagadh News: જૂનાગઢ મનપા કમિશનર ઓમપ્રકાશે MLA સંજય કોરડીયાના પત્રનો જવાબ આપ્યો, ચોમાસુ પૂર્ણ થતા શહેરમાં રસ્તા અને ગટરની કામગીરી શરૂ કરાઈ. જૂનાગઢ મનપા કમિશનર ઓમપ્રકાશે પત્રકાર પરિષદ યોજીને ધારાસભ્ય સંજય કોરડીયાના પત્રનો જવાબ આપ્યો હતો. મનપા કમિશનરે કહ્યું કે, શહેરમાં ચોમાસાના કારણે રસ્તા અને ગટરની કામગીરી બંધ કરવામાં આવી હતી. જેને હવે શરૂ કરવામાં આવી છે.

ઓમપ્રકાશે વધુમાં કહ્યું કે વરસાદમાં ધોવાઈ ગયેલા રસ્તાઓ ગેરેન્ટી પિરિયડમાં હોવાથી રિપેરિંગ કરવામાં આવશે. સાથે શહેરમાં પાણીની પાઈપલાઈનની ફિટિંગની પણ કામગીરી કરવામાં આવશે. આગામી સમયમાં ભૂગર્ભ ગટરની કામગીરી ઝડપી પૂર્ણ કરવામાં આવશે

જૂનાગઢ શહેરમાં રખડતા ઢોરના ત્રાસ મામલે મનપા કમિશનરે કહ્યું કે, છેલ્લા 1 મહિનામાં પાલિકાએ 200થી વધારે રખડતા ઢોરને પાંજરે પૂર્યા છે. રસ્તાની સમસ્યાનો પણ ટૂંક જ સમયમાં નિરાકરણ લાવવામાં આવશે. તાજેતરમાં જૂનાગઢમાં વરસેલા ભારે વરસાદથી શહેરનું જનજીવન ખોરવાયું હતું. ભારે વરસાદના લીધે શહેરના અનેક રસ્તાઓ પર ખાડા અને ભૂવા પડ્યા છે. જેના કારણે વાહનચાલકો અને શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જુનાગઢના ભાજપના ધારાસભ્ય સંજય કોરડીયાએ મનપા કમિશનરે પત્ર લખીને સવાલો કર્યા હતા. જેમાં મનપાના વહીવટ સામે પણ સવાલો કર્યા હતા અને લોકોને પડી રહેલી હાલાકીના નિરાકરણ માટે રજૂઆત કરી હતી. ભાજપના ધારાસભ્યના પત્ર બાદ શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોમી એકતાના પ્રતિક ઉપલા દાતારની જગ્યામાં ઉર્ષનો પ્રારંભ

આ પણ વાંચો: જૂનાગઢમાં ગણેશ વિસર્જન દરમ્યાન યુવાન ડુબ્યો, 12 કલાકે મળ્યો મૃતદેહ

આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી