Dahod News/ દાહોદના સિંગવડનગરમાં તસ્કરોએ પોલીસને ફેંક્યો પડકાર, 4 મકાનના તોડ્યાં તાળાં

દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ એક જ સોસાયટીના 4 મકાનોને નિશાન બનાવ્યા છે. 4 મકાનોમાંથી લાખોની ચોર કરીને તસ્કરો ફરાર થયા છે. દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ લોકો અને પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે.

Gujarat Others Breaking News

Dahod News: દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તસ્કરોએ એક જ સોસાયટીના 4 મકાનોને નિશાન બનાવ્યા છે. 4 મકાનોમાંથી લાખોની ચોર કરીને તસ્કરો ફરાર થયા છે. દાહોદના સિંગવડનગરમાં તસ્કરોઓ લોકો અને પોલીસની ઉંઘ હરામ કરી દીધી છે.

સિંગવડનગરની અલગ-અલગ સોસાયટીમાં ચોરીની ઘટનાએ પોલીસની રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉભા કર્યા છે. સિંગવડનગર વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં છેલ્લા 8 દિવસથી તસ્કરોઓએ આતંક મચાવ્યો છે. સિંગવડનગરની સોસાયટીમાં તસ્કરોએ 4 બંધ મકાનના તાળા તોડ્યા છે.

તમામ મકાનોમાંથી સોના, ચાંદી, રૂપિયા સહિતની કિંમતી વસ્તુઓ લઈને તસ્કરો ફરાર થઈ ગયા છે. એકસાથે 4 મકાનોના તાળા તૂટતા સ્થાનિકોમાં પણ ભયનો માહોલ ઉભો થયો છે. સ્થાનિકોએ રાત્રિના દરમિયાન કડક પોલીસ પેટ્રોલિંગ કરવાની માંગ કરી છે. હાલ તો પોલીસે સોસાયટીના CCTV અને ડોગ સ્કોડની મદદથી તસ્કરોની પગેરું મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ દાહોદના સંજેલીમાં તસ્કરોએ બે મકાનનાં તાળા તોડ્યા હતા. બંને મકાનમાંથી લાખો રૂપિયાના મુદ્દામાલની ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. મકાનની બહાર લાગેલા CCTVમાં તસ્કરો ચોરી કરતા કેદ થયા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: દારૂની હોમ ડિલિવરી કરતો હતો સગીર, તસ્કરો આપતા હતા પગાર અને કમિશન

આ પણ વાંચો: ઘર બંધ જોતાં તસ્કરોએ હાથ ફેરો કર્યો

આ પણ વાંચો: સોનાની દાણચોરીનો નવો કીમીયો, પાવડર બનાવી તસ્કરી કરવાના રેકેટનો થયો પર્દાફાશ