Rajkot News/ રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એકનું મોત

તલંગણા ગામ તરફના રોડ પર અકસ્માત

Top Stories Gujarat Rajkot

Rajkot News : રાજકોટના ઉપલેટામાં અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ છે. આ બનાવ ઉપલેટામાં તલંગણા ગામ તરફના રોડ પર સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યુ હતું. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પાટણવાવ પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.એમ.ચાવડા અને પોલીસ ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. બાદમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટેઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો.

આ બનાવમાં મોટર સાયકલ લઈને જઈ રહેલા 35 વર્ષીય રમેશભાઈ ધનજીભાઈ ખીમાણીયા નામની વ્યક્તિનું અકસ્માતમાં મોત નીપજ્યુ હતું. તપાસમાં મૃતક રમેશ ખીમાણીયા હાલ ઉપલેટાના કુંઢેય ગામમાં રહેતો હોવાનું અને મુળ તે ગીર સોમનાથ જિલ્લાના ગઢ઼ા તાલુકાના વડવિયાળા ગામનો રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સીનિયર મેનેજરે મહિલાની જાતીય સતામણી કરી ધાકધમકી આપી

આ પણ વાંચો: જાતીય સતામણીઃ રાજ્યની કોલેજોમાં પ્રવર્તતી ભારે ઉદાસીનતા

આ પણ વાંચો: પોલીસ બેડામાં ખળભળાટ, એસીપી, જેસીપી અને પીઆઈ બધા જાતીય સતામણીના કેસના સાણસામાં