Not Set/ રાહુલ બજાજનાં સવાલ પર નિર્મલા સીતારમનો વળતો જવાબ, આ વાતો રાષ્ટ્રીય હિતને પહોચાડી શકે છે નુકસાન

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગપતિ રાહુલ બજાજનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. નિર્મલા સીતારામને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે રાહુલ બજાજે ઉભા કરેલા મુદ્દાઓનો ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો. સવાલ હોય કે ટીકાઓ દરેકમે સાંભળવામાં આવે છે, તેનો જવાબો આપવામાં આવે છે, તેને રેખાંકિત કરવામાં આવે છે. નિર્મલા સીતારામને ઉદ્યોગપતિ રાહુલ બજાજને જવાબ આપતાં […]

Top Stories India

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને ઉદ્યોગપતિ રાહુલ બજાજનાં નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. નિર્મલા સીતારામને પોતાની ટ્વિટમાં લખ્યું છે કે રાહુલ બજાજે ઉભા કરેલા મુદ્દાઓનો ગૃહ પ્રધાન અમિત શાહે જવાબ આપ્યો. સવાલ હોય કે ટીકાઓ દરેકમે સાંભળવામાં આવે છે, તેનો જવાબો આપવામાં આવે છે, તેને રેખાંકિત કરવામાં આવે છે.

નિર્મલા સીતારામને ઉદ્યોગપતિ રાહુલ બજાજને જવાબ આપતાં લખ્યું હતું કે પોતાની માન્યતા ફેલાવવાને બદલે જવાબો મેળવવાની ઘણી વધુ સારી રીત છે. આવી બાબતો રાષ્ટ્રીય હિતને નુકસાન પહોંચાડી શકે છે. જણાવી દઇએ કે મુંબઇમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્યોગપતિ રાહુલ બજાજે અમિત શાહને કહ્યું હતું કે લોકોમાં ભયનું વાતાવરણ છે, જે સરકારની ટીકા કરવામાં સંકોચ અનુભવે છે, કારણ કે તેઓને સરકાર પર ભરોસો નથી કે સરકરામાં તેમની ટીકાને કોઇ રીતે સાંભળવામાં આવશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને નાણાં પ્રધાન નિર્મલા સીતારમન અને અન્ય ઉપસ્થિત રહ્યા હતા. આ પહેલા રવિવારે કોંગ્રેસે ભયનાં વાતાવરણ અંગેનાં ઉદ્યોગપતિ રાહુલ બજાજનાં નિવેદન મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું અને દાવો કર્યો હતો કે તેમની ભાવનાઓ દેશની સામાન્ય ભાવના છે. પાર્ટીએ કહ્યું કે કોઈ પણ સમાધાન વિના રોકાણકારોની અપેક્ષા કેવી રીતે રાખી શકાય.

પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહે અર્થતંત્ર અંગેની રાષ્ટ્રીય પરિષદમાં કહ્યું હતું કે ઘણા ઉદ્યોગપતિઓએ તેમને કહ્યું છે કે તેઓ સરકારી અધિકારીઓ દ્વારા પજવણીનાં ડરમાં જીવે છે. બજાજનું આ નિવેદન સિંહનાં નિવેદનનાં એક દિવસ પછી આવ્યું છે. કોંગ્રેસનાં પ્રવક્તા પવન ખેડાને જ્યારે બજાજનાં નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પત્રકારોને કહ્યું કે રાહુલ બજાજે જે કહ્યું તે દેશભરનાં દરેક ક્ષેત્રની સામાન્ય ભાવના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.