હૈદરાબાદ ગેંગરેપની ઘટનાએ ફરી એકવાર દેશભરનાં લોકોને આંચકો આપ્યો છે. હૈદરાબાદની દર્દનાક ઘટના પર સમગ્ર દેશ આજે શોકમાં છે અને માંગ કરી રહ્યો છે કે ઘટનાનાં આરોપીઓને ફાંસી જ આપવામા આવે. વળી આ ઘટના અંગે સંઘ પ્રમુખ મોહન ભાગવતે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવતે સમાજને સલાહ આપતા કહ્યુ છે કે, આ સમસ્યાનો સામનો કરવા શાસન પર નિર્ભરતાને બદલે, દરેકને પોતાના ઘરોમાં પુરુષોને તે શિખવાડવુ જરૂરી છે જેથી તેમને ખબર પડી શકે કે મહિલાઓ પ્રત્યે કેવુ વર્તન શોભનીય છે. દિલ્હીનાં લાલકિલા મેદાનમાં યોજાયેલા ગીતા પ્રેરણા મહોત્સવમાં લોકો એકઠા થયા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘનાં વડા મોહન ભાગવતે એક પ્રસંગનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ઉર્વશી અર્જુનની સામે ઉભી હતી, જેને તે જોઈ રહ્યો હતો. બાદમાં ઉર્વશીએ કહ્યું કે તમે મને પસંદ કરો છે, તેથી તમે મને જોઈ રહ્યા છો. ત્યારે અર્જુન કહે છે કે તમે અમારા પૂર્વજ છો. માતા સમાન છો. હું તમને માતૃત્વ સાથે જોતો હતો. તેમણે કહ્યું કે, આપણે ઘરેથી જ માતૃશક્તિ પ્રત્યે આદરનું શિક્ષણ શરૂ કરવું પડશે.
#WATCH RSS Chief Mohan Bhagwat at ‘Gita Mahotsav Programme’ in Delhi: Government has made the laws, it has to be implemented properly. Not everything can be left on administration. Men need to be educated on how to treat women. pic.twitter.com/CPcymkPRMF
— ANI (@ANI) December 1, 2019
મોહન ભાગવતે કહ્યું કે, આપણા દેશમાં, માતૃશક્તિની સલામતીમાં, કુટુંબ અકબંધ છે. સરકારે કાયદો બનાવ્યો છે, કાયદાનું પાલન યોગ્ય રીતે થવું જોઈએ. સરકાર-વહીવટની શિથિલતા ન કરે. પરંતુ વહીવટ પર બધું છોડવાથી કામ નહી ચાલે કારણ કે જે લોકો આ ગુના કરે છે તેના માતાપિતા પણ હોય છે, તેથી જ તેમનું અસ્તિત્વ છે. કોઈએ તેમને શીખવ્યું નથી. તમારે તમારા ઘરથી પ્રારંભ કરવો પડશે. પુરુષોની માતૃશક્તિ તરફ મહિલાઓને જોવાની દ્રષ્ટિ શુદ્ધ, સ્વસ્થ હોવી જોઈએ. આ બધી બાબતોથી થઇ રહેલી ઘટનાઓ બંધ કીર શકાશે.
આ પ્રસંગે કોંગ્રેસનાં નેતા જનાર્દન દ્વિવેદી અને સંઘનાં વડા મોહન ભાગવત સાથે કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની, રામ મંદિર કાર્યકર્તા સાધ્વી ઋતંભરા અને અન્ય આધ્યાત્મિક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગીતા કાર્યક્રમમાં લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર પણ હાજર રહ્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
