Ahmedabad Crime/ સીનિયર મેનેજરે મહિલાની જાતીય સતામણી કરી ધાકધમકી આપી

અમદાવાદની હોટેલમાં સીનિયર મેનેજરે મહિલા કર્મચારીની છેડતી કરી છે અને તેને ધાકધમકી પણ આપી છે. ચાંદખેડામાં રહેતી 35 વર્ષની મહિલાએ ચેન્નાઈની કંપનીમાં તેના સીનિયર મેનેજર સામે જાતીય સતામણી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે.

Gujarat Ahmedabad
Beginners guide to 39 સીનિયર મેનેજરે મહિલાની જાતીય સતામણી કરી ધાકધમકી આપી

અમદાવાદઃ અમદાવાદની હોટેલમાં સીનિયર મેનેજરે મહિલા કર્મચારીની છેડતી કરી છે અને તેને ધાકધમકી પણ આપી છે. ચાંદખેડામાં રહેતી 35 વર્ષની મહિલાએ ચેન્નાઈની કંપનીમાં તેના સીનિયર મેનેજર સામે જાતીય સતામણી અને ધાકધમકીની ફરિયાદ નોંધાવી છે.

પીડિતાનું કહેવું છે કે સીનિયર મેનેજરે હોટેલમાં તેની છેડતી કરી હતી અને તેના પર બળાત્કારનો પ્રયત્ન કર્યો હતો. ફરિયાદીએ જણાવ્યું હતું કે તેમની કંપની એસવીપી હોસ્પિટલ સહિતની હોસ્પિટલોમાં રોજમદાર કામદારો પૂરા પાડે છે. શનિવારે સીનિયર એચઆર મેનેજરે તેને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે એસવીપીમાં કામદારો હડતાળ પર છે અને તેને ત્યાં જવાનું કહ્યું હતું પરંતુ હું ત્યાં જઈ શકું તેવી સ્થિતિમાં ન હોવાથી ટીમમાંથી કોઈને મોકલ્યો હતો.

રવિવારે તેણે ફરીથી ફોન કર્યો અને તેની સાથે એસવીપી હોટેલમાં આવવાનું કહ્યું હતું. તેના પછી એરપોર્ટ સર્કલ નજીકની હોટેલ પ્રિસ્ટાઇન રેસિડેન્સીમાં રોકાવવાનું કહ્યુ હતુ. આ મેનેજરઅને બીજો એક અધિકારી હોટેલની બહાર હતા. તેના પછી તેઓ એસવીપી હોસ્પિટલમાં ગયા અને ત્યાં પોતાનું કામ કર્યુ. તેના પછી તે સાંજે નીકળી ગઈ. મંગળવારે ફરી તેને કોઈ કામ પૂરુ કરવા માટે હોટેલમાં બોલાવવામાં આવી હતી. જ્યારે મેં તેમને પૂછયું કે આપણે એસવીપી ક્યારે જઈએ છીએ તો તેના જવાબમાં જણાવું કે તે કામ સુનિલ જોઈ લેશે.

આમ કહી તેણે મારી છેડતી કરી હતી તેનો ઇરાદો બળાત્કારનો હતો. હું ભાગીજવાનો પ્રયત્ન કરતી હતી ત્યારે તેણે મને પકડી લીધી હતી. હું માંડ-માંડ તેની ચુંગાલમાંથી નીકળી હતી. તેના પછી તે મારી પાછળ આવ્યો હતો અને મને આ ઘટના અંગે કોઈને ન કહેવાની તથા કહ્યુ તો ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આપી હતી. આના પગલે આરોપી સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….