Not Set/ મોરબી હાઇવે પરથી ડીઝલ ચોરીના કિસ્સા વધતા ડ્રાઈવરોની પરેશાની વધી

મોરબી જિલ્લામાં હાઇવે ઉપર ઉભેલી કે અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય બની છે. બે દિવસ પૂર્વે હળવદમાં એક સાથે સાત ટ્રકમાંથી ડીઝલ ચોર્યા બાદ ગતરાત્રીના વધુ બે કિસ્સામાં ટ્રકમાંથી ડીઝલ ચોરવાના બનાવ સામે આવ્યા છે. ગઈકાલે રાત્રે માળીયા-હળવદ હાઇવે ઉપર શક્તિનગર ગામ નજીક આવેલ મુરલીધર હોટલમાં પાર્ક કરાયેલ ટ્રકને નિશાન બનાવી ડીઝલ ચોર ટોળકીએ […]

Gujarat
Charas truck૩ મોરબી હાઇવે પરથી ડીઝલ ચોરીના કિસ્સા વધતા ડ્રાઈવરોની પરેશાની વધી

મોરબી જિલ્લામાં હાઇવે ઉપર ઉભેલી કે અકસ્માતગ્રસ્ત ટ્રકમાંથી ડીઝલ ચોરતી ગેંગ સક્રિય બની છે. બે દિવસ પૂર્વે હળવદમાં એક સાથે સાત ટ્રકમાંથી ડીઝલ ચોર્યા બાદ ગતરાત્રીના વધુ બે કિસ્સામાં ટ્રકમાંથી ડીઝલ ચોરવાના બનાવ સામે આવ્યા છે.

ગઈકાલે રાત્રે માળીયા-હળવદ હાઇવે ઉપર શક્તિનગર ગામ નજીક આવેલ મુરલીધર હોટલમાં પાર્ક કરાયેલ ટ્રકને નિશાન બનાવી ડીઝલ ચોર ટોળકીએ ડીઝલની ટાંકી તળિયા ઝાટક કરી નાખી હતી અને આ સમગ્ર ઘટના સી.સી.ટી.વી.માં કેદ થઈ ગઈ છે.

જ્યારે બીજી ઘટનામાં હળવદની મોરબી ચોકડી નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડીઝલ ચોર ગેંગ દ્વારા બન્ને અકસ્માતગ્રસ્ત ટ્રકની ટાંકીમાથી આરામથી ડીઝલ ચોરી કરી હતી. ઉલ્લેખનીય છે કે, પ્રતિ લીટર ડીઝલના ભાવ રૂપિયા 100ને અડું અડું છે. તેવા સમયે જ ડીઝલ ચોર ગેંગ સક્રિય બની છે. અને છેલ્લા બે દિવસમાં જ હળવદ પંથકમાં 10 જેટલા ટ્રકને નિશાન બનાવ્યા છે. જો કે ગંભીર બાબત એ છે કે આ મામલે હજુ પોલીસ ગંભીર બની નથી.