Not Set/ #Article 370 : આને કહેવાય ઉજવણી !! આ રેસ્ટોરન્ટે કાશ્મીરી પુલાવ ફ્રીમાં ખવડાવ્યો

ભારત સરકાર દ્વારા કાશ્મીર બાબતે લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણય અંતરગત જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવામાં આવી છે. વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાતાની સાથે જ કાશ્મીર હવે દેશનાં અન્ય રાજ્યોની માફક મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. આખા દેશમાં વિવિધ રીતે સરકારનાં ઐતિહાસીક નિર્ણયને ઉજવવામાં આવ્યો છે. કોઇએ બેન્ડ બાજા સાથે નાચી ગાઇને, તો કોઇએ ફટાકડા ફોડી – […]

Top Stories Gujarat Vadodara
vdr #Article 370 : આને કહેવાય ઉજવણી !! આ રેસ્ટોરન્ટે કાશ્મીરી પુલાવ ફ્રીમાં ખવડાવ્યો

ભારત સરકાર દ્વારા કાશ્મીર બાબતે લેવામાં આવેલા ક્રાંતિકારી નિર્ણય અંતરગત જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવામાં આવી છે. વિશેષ રાજ્યનો દરજ્જો છીનવાતાની સાથે જ કાશ્મીર હવે દેશનાં અન્ય રાજ્યોની માફક મુખ્ય પ્રવાહમાં આવ્યું છે. આખા દેશમાં વિવિધ રીતે સરકારનાં ઐતિહાસીક નિર્ણયને ઉજવવામાં આવ્યો છે. કોઇએ બેન્ડ બાજા સાથે નાચી ગાઇને, તો કોઇએ ફટાકડા ફોડી – આતસબાઝી યોજીને, કોઇએ સામ સામે મિઠાંઇઓ ખવડાવીને પોતાની હર્ષની લાગણીઓ પ્રગટ કરી હતી.

પણ આ મામલે પણ આપણા ગુજરાતીએ પોતાનો અલગ ચીલો ચીતર્યો છે. જી હા, જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 દુર થતાંની સાથે જ કાશ્મીરી વાનગીનો ટેસ્ટ પણ વધુ સ્વાદિષ્ટ થઇ ગયો હોય તેવી રાતે, વડોદરામાં એક રેસ્ટોરન્ટ દ્વારા સરકારનાં કાશ્મીર અંગેના આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરતા એક અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. રેસ્ટોરન્ટ દ્રારા એક અનોખી ઓફર રજૂ કરવામાં આવી હતી. જેમાં ગ્રાહકોને ભારતીય ફુડની અમુક રમક સુધીની ખરીદી પર કાશ્મીરી પુલાવ ફ્રી આપી, કાશ્મીરમાંથી કલમ 370 નાબુદ થવાની ખુશી અનોખી રીતે વ્યક્ત કરવામાં આવી હતી. આમ વડોદરાનાં આ રેસ્ટોરન્ટ દ્વારા અનોખી રીતે ઉજવણી કરી તમામનાં દિલ જીતી લીધા હતા.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.