threat/ ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

અમિક ઠાકોરને મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યુઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

Gujarat Vadodara
corona 26 ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની મંતવ્ય ન્યૂઝના પત્રકારને ધમકી : કોઇને કહીને ઠોકાવી દઇશ 

દબંગ તરીકેની ઓળખ ધરાવતા વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હમેશા વિવાદમાં રહેવા ટેવાયેલા છે. જાહેરમાં ગાળો બોલવી કે પછી પત્રકારોને ધમકી આપવી તેમના માટે સામાન્ય થઇ  ચુક્યું છે. અગાઉ પણ તેમના તેમના આવા વ્યવહાર ને કારણે તેઓ મીડિયામાં ચમકી ચુક્યા છે.

આજ રોજ ફરી તેમને ગંદા વાકબાણ છોડ્યા છે. અને સંનિષ્ઠતા થી પોતાની ફરજ અદા કરી રહેલા પત્રકારોને ધમકી આપી છે. મંતવ્ય ન્યુઝના  વડોદરા ખાતેના પત્રકાર અમિત ઠાકોરને ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે ‘કોઇને કહીને ઠોકાવી દઇશ’ એવી સ્પષ્ટ ભાષામાં ચીમકી ઉચ્ચારી છે.

વડોદરા / MLA મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો, આ માપદંડને લઈને થયો વિવાદ

ઉલ્લેખનીય છે કે આજ રોજ વડોદરા ખાતે મનપા ના ઉમેદવારોના ફોર્મ ચકાસણી નું કાર્ય ચાલી રહ્યું છે. જેમાં વડોદરા ખાતે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનાં પુત્રનાં ફોર્મ સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે. વોર્ડ 15 નાં અપક્ષ ઉમેદવાર દીપક શ્રીવાસ્તવના ફોર્મ સામે વાંધો   ઉઠાવવામાં આવ્યો છે. ચૂંટણીમાં 3 સંતાનોનાં માપદંડને લઇને વિવાદ થયો છે. ઉમેદવાર દિપક શ્રીવાસ્તવનું ફોર્મ રદ્દ થઇ શકે છે.

 આ અંગે વાતચીત કરતા પત્રકારો સામે તેઓ ગુસ્સે ભરાઈ ગયા હતા. અને આવા કડવા સવાલો નાં પૂછો નહિ તો કોઈને કહીને ઠોકાવી દઈશ તેવી સ્પષ્ટ ભાષામાં મંતવ્ય ન્યૂઝ ના પત્રકારને જાહેરમાં કેમેરા સામે ધમકી આપી છે.

Rajkot / મનપાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ફટકો, બે ઉમેદવારનાં ફોર્મ થયા રદ્દ

ઉલ્લેખનીય છે કે, ગતવર્ષ જાન્યુઆરી ૨૦૨૦માં  પણ તેઓ આવા જ એક વિવાદ માં સપડાયા હતા. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ સરકારના મહેસૂલ મંત્રી કૌશિક પટેલની કામગીરીથી નારાજી મુદ્દે  મીડિયાકર્મીઓએ સવાલ પૂછતા  ભાજપના મધુ શ્રીવાસ્તવ મીડિયા કર્મીઓ પર ગુસ્સે થઇ ગયા હતા. અને ધક્કો મારીને હુમલાનો પ્રયાસ કર્યો હતો. અને પત્રકારોને માં-બહેનની ગંદી ગાળો દઈ કેમેરા ખેંચ્યા હતા.

હવે જોવું એ રહ્યું કે ગુજરાત ભાજપ મધુ શ્રીવાસ્તવ જેવા નેતાઓને કેમ છાવરે છે. આવા આખા બોલા નેતાઓ કે જે વારંવાર જાહેરમા લોકોને ધમકી આપી પોતાની ખોટી ધાક જમાવી ભાજપની શાખને ખરડવાના પ્રયાસો કરે તેવા નેતાઓને કયા સુધી ભાજપ છાવરશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ