બનાસકાંઠા/ આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે : ગેનીબેન ઠાકોર

આપણે કોંગ્રેસને  જીતાડવાની છે. આવનાર સમયમાં  બુથ પર હાથમાં તલવાર-કટાર લઈને ઉભા રહેવું પડશે. કોંગ્રેસને જીતાડવા ક્યાક ભગતસિંહ થવું પડે કે ઝાંસીની રાણી બનવું પડેતો પણ બનશું.

Gujarat Others Trending
સ્નેહ મિલન કાર્યક્રમ આગામી સમયમાં બુથ પર તલાવાર લઈને ઊભા રહેવું પડેશે :
  • કોંગ્રેસનો જન જાગરણ કાર્યક્રમ
  • દિયોદરમાં કોંગ્રેસનો જન જાગરણ કાર્યક્રમ
  • કાર્યક્રમમાં ગેનીબેન ઠાકોરે આપ્યું નિવેદન
  • કોંગ્રેસને જીતાડવા ભગતસિંહ બનવું પડેશે

બનાસકાંઠા જિલ્લામાં દિયોદરમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આદર્શ સ્કુલ કેમ્પમાં યોજાયો હતો. જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. તેમજ આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વિગેરે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના આકરા તેવર જોવા મળ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન અને સ્નેહમિલન કાર્યક્રમમાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે જાહેરમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે કોંગ્રેસને જીતાડવા માટે આવનારા સમયમાં બુથ પર હાથમાં તલવાર લઈને ઊભા રહેવું પડેશે. તેમજ ભગતસિંહ થવું પડે કે પછી ઝાંસીની રાણી બનવું પડે તો પણ બનીશું તેમ જણાવ્યું હતું.

મોટી સંખ્યામાં હાજર જનમેદની વચ્ચે તેમણે જણાવ્યુ હતું કે, કોંગ્રેસ ને જીતાડવા જો મારી સીટ પર બીજો કાબીલ ઉમેદવાર હશે તો હું મારી સીટ છોડવા તૈયાર છું. આપણે કોંગ્રેસને  જીતાડવાની છે. આવનાર સમયમાં  બુથ પર હાથમાં તલવાર-કટાર લઈને ઉભા રહેવું પડશે. કોંગ્રેસને જીતાડવા ક્યાક ભગતસિંહ થવું પડે કે ઝાંસીની રાણી બનવું પડેતો પણ બનશું.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ દિયોદર તાલુકાના કોતરવાડા ગામે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરના હસ્તે લાઇબ્રેરીનો ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો હતો. આ કોતરવાડા ગામ ગેનીબેન ઠાકોરની સાસરી હોવાથી કાર્યક્રમની સાથે સાથે વડીલોની મર્યાદા અને પરંપરા પણ ધારાસભ્યએ જાળવી હતી. અને ગેનીબેન ઠાકોરે પોતાના સાસરિયા કોતરવાડામાં ઘૂંઘટમાં ભાષણ આપ્યું હતું.

ક્ચ્છ / આવો જાણીએ નામશેષના આરે આવીને ઊભેલી ‘નામદા’ કળા અને તેના ભવ્ય ઇતિહાસ વિષે…

World / સમૃદ્ધ દેશોએ બુસ્ટર ડોઝ આપવાનું કર્યુ છે શરૂ તો આજે પણ અનેક લોકો પ્રથમ ડોઝથી પણ વાંછિત : WHO

મોંઘવારી નથી ઘટી ! / ઇંધણના ભાવમાં ભલે ઘટાડો થયો, પરંતુ મોંઘવારીમાં ઘટાડો નથી થયો