Cybercrime/ સાયબર સેલ દ્વારા ફિશીંગ ફોન કૌભાંડનો પર્દાફાશ

જામતાડાના આરોપીને ઝડપી પાડ્યો

ફોન પે નામની ફિશીંગ એપ દ્વારા લાખોનું કૌભાંડ

પોલીસ તપાસમાં 2.50 લાખનું કૌભાંડ છતું થયું

એનીડેસ્ક એપ્લિકેશન દ્વારા આરોપીઓ આચરતા કૌભાંડ
આરોપીને પકડી અન્ય સાગરિતાને પકડવા કવાયત શરૂ

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 08 at 9.32.59 PM સાયબર સેલ દ્વારા ફિશીંગ ફોન કૌભાંડનો પર્દાફાશ

@વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ-અમદાવાદ

સાયબર માફિયાઓ દ્વારા એનિડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કરીને ચલાવવામાં આવતા કૌભાંડનો અમદાવાદ સાયબર સેલે પર્દાફાસ કર્યો છે.. ફોન પે નામની ફિશિંગ એપ દ્વારા બોગસ નંબર ક્રિએટ કરીને લોકો ના લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હતા.. જેમાં અમદાવાદ સાયબર સેલના પાસે ઠગાઈની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો હતો.. એક ગ્રાહક પાસેથી રૂપિયા અઢી લાખ પડાવી ને સાયબર માફિયાઓ એ ચિટિંગ કર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેના આધારે તપાસ કરતાં જામતાડા ના એક યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે આ યુવકે ના એકમાત્ર આ વ્યક્તિ પરંતુ અનેક લોકો સાથે આ પ્રકારનું ચીટીંગ કર્યું છે.. જેથી ઠગાઈના આ ષડયંત્રમાં સામેલ અન્ય લોકોને પકડવા માટે પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે. પોલીસને વિશ્વાસ છે કે તપાસ દરમિયાન ફિશિંગ એપ દ્વારા લોકો સાથે છેતરપિંડી કરવા નું મોટું કૌભાંડ બહાર આવશે.