Covid-19/ કોરોનાનો કહેર વધતાં AMC તંત્ર હરકતમાં, નિર્ધારિત સમય કરતાં હોટલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવાયા

કોરોનાનો કહેર વધતાં AMC તંત્ર હરકતમાં, નિર્ધારિત સમય કરતાં હોટલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવાયા

Ahmedabad Gujarat
high court 21 કોરોનાનો કહેર વધતાં AMC તંત્ર હરકતમાં, નિર્ધારિત સમય કરતાં હોટલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવાયા

રાજ્યમાં  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ સતત કોરોના કેસમાં મોટો વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સતત વધતા કેસને લઈને અમદાવાદ મનપા તંત્ર ફરી એકવાર હરકતમાં આવ્યું છે. આજે મહિલા દિવસને લઇ શહેરની વિવિધ હોટેલ્સ અને રેસ્તોરેન્તમાં મોટી ભીડ જોવા મળી હતી. જેને લઇ મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું. અને નિર્ધારિત સમય કરતાં પહેલા જ ભીડ ભાળ વાલી હોટેલ અને રેસ્ટોરેન્ટને તાત્કાલિક અસરથી બંધ કરાવી હતી.

અમદાવાદમાં કોરોના ના કેસ માં વધારો થતાં કોર્પોરેશનનું તંત્ર દ્વારા  પાલડી, મણીનગર નારણપુરા ,નવરંગપુરા, થલતેજ બોડકદેવ ,જોધપુર અને એસજી હાઈવે પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.  વુમન્સ ડે ના કારણે ખાણીપીણી બજારમાં ભીડ એકઠી થતા સોશિયલ ડિસ્ટન્સ ના ભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી હતી. અને નિર્ધારિત સમય કરતા પહેલા જ હોટેલ અને રેસ્ટોરેન્ટને બંધ કરવી હતી.

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા તંત્ર દ્વારા શહેરના 8 વોર્ડમાં સાંજે 7 વાગ્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ના મણિનગર, નવરંગપુરા, નારાણપુરા, થલતેજ, બોડકદેવ, જોધપુર, પાલડીમાં  હોટેલો સાંજે સાત વાગ્બંયા બાદ બંધ કરાવવામાં આવશે. આગામી સુચના ન મળે ત્યાં સુધી સાંજે 7 વાગ્યે ઉપરોક્ત વિસ્તારની તમામ હોટેલ બંધ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 129 નવા કેસ સામે આવ્યા છે. જયારે એક વ્યક્તિનું કોરોનાને કારણે મોત થયું છે. જે સાથે અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 63,713 થયો છે. જ્યારે 60,665 દર્દી સ્વસ્થ્ય થયા છે.