Festival/ દ્વારકા જગત મંદિર 3 દીવસ રહેશે બંધ,ઓનલાઈન દર્શનની કરવામાં આવી ખાસ વ્યવસ્થા

કોરોના વધતા જતાં કેસોને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય
ભક્તો ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરાશે
દ્વારકા મંદિર તા. 27 થી 29 માર્ચ સુધી બંધ રાખવાનો વહીવટી તંત્રએ લીધો નિર્ણય

Ahmedabad Gujarat Others Navratri 2022
દ્વારકા દ્વારકા જગત મંદિર 3 દીવસ રહેશે બંધ,ઓનલાઈન દર્શનની કરવામાં આવી ખાસ વ્યવસ્થા

રાજ્યમાં કોરોનના વધતાં જતાં કેસોને ધ્યાને લઈને ડાકોર ખાતે ફાગણી પૂનમના દિવસે પગપાળા દર્શનાર્થે આવતા લોકોને ન આવવા કલેક્ટર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. ત્યારે દ્વારકા મંદિરના વહીવટી તંત્ર દ્વારા પણ કોરોનાના કેસોને ધ્યાને  લઈને દ્વારકા જગતમંદિર 3 દિવસ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આગામી હોળીના તહેવારના દિવસે  દ્વારકા ખાતે જગત મંદિરમાં ફૂલડોલ મહોત્સવ ઉજવવામાં આવે છે જેમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આં વખતે કોરોનાની પરિસ્થતિને ધ્યાનમાં લઇને આ વખતે શ્રદ્ધાળુઓંને પ્રવેશ આપવામાં નહી આવે. તેવું દ્વારકા મંદિરના વહીવટી તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં દ્વારકા જગત મંદિર તા. 27માર્ચ થી તા.29 માર્ચ  ત્રણ દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય મંદિરના વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. મંદિર વહીવટી તંત્ર  દ્વારા ભક્તો માટે આજના આધુનિક યુગમાં ઓનલાઈન દર્શન કરી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં  આવી છે. જેથી ભક્તો દ્વારકાધીશના ઓનલાઈન દર્શન કરી શકશે.