સુરત/ સૂર્યા મરાઠીના અંગત એવા રાકેશ મારૂની સરેઆમ નિર્મમ હત્યા

રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત ગણાતા એવા રાકેશ મારૂ પર કેટલાક  શો દ્વારા ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો દ્વારા રાત્રિના 10 વાગ્યાના આસપાસ હુમલો કર્યો હતો.

Gujarat Surat
mendarda 15 સૂર્યા મરાઠીના અંગત એવા રાકેશ મારૂની સરેઆમ નિર્મમ હત્યા

સુરત માં ફરી ગેંગવોર સક્રિય બની છે. નાની બાબતોમાં પણ હવે લોકો એકબીજાના લોહી તરસ્યા બની જાય છે. આવી જ એક ઘટના સુરતના રાંદેર વિસ્તારમાંથી સામે આવી છે. સુરતના માથાભારે અને ફાઇનાન્સનો વેપાર કરતા રાકેશ મારુ નામના યુવાનની બાઈક પર આવેલા બે ઈસમોએ જાહેરમાં ચપ્પુ જેવા હથિયારથી હુમલો કરી ઘાતકી હત્યા કરવામાં આવી છે. અને  હત્યા કરીને ફરાર થઇ ગયા હતા. હત્યાની જાણ કરવામાં આવતા સમગ્ર વિસ્તાર ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણકારી મળતા પોલીસ પણ તાતકાલિક દોડી આવીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

drugs / ATS ને મળી મોટી સફળતા, 27. 43 લાખ ની કિંમતનાં MD ડ્રગ્સ સાથે…

પ્રાપ્ત વગતો અનુસાર રાંદેર વિસ્તારમાં સૂર્યા મરાઠીના અંગત ગણાતા એવા રાકેશ મારૂ પર કેટલાક  શો દ્વારા ચપ્પુ જેવા હથિયાર વડે હુમલો કરી હત્યા કરવામાં આવી છે. હુમલાખોરો દ્વારા રાત્રિના 10 વાગ્યાના આસપાસ હુમલો કર્યો હતો. પાલનપુર પાટીયા ખાતે હાઉસિંગ બોર્ડમાં આવેલી ડી.આર. રાણા સ્કૂલ પાસે અંગત અદાવતમાં આ સમગ્ર હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે.

Coronavirus Alert / ચેતીજજો ! દેશ-દુનિયા સહિત ગુજરાતમાં કોરોનાનો અજગરી ભરડો ફરી …

સુરત શહેરમાં દિવાળી પહેલા હત્યાની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ સર્જાયેલો છે. રાંદેર વિસ્તારમાં રહેતો અને માથાભારે યુવાનની છાપ ધરાવતો અને ફાઇનાન્સના વેપાર સાથે જોડાયેલ રાકેશ મારુ રાંદેરમાં રહેતી પોતાની પ્રેમિકાને મળવા જતો હતો. તે સમયે રાંદેરની ખાનગી શાળા નજીક બાઈક પર આવેલા બે ઈસમો રાકેશ મારુ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.

AMERICA / પૂર્વ સુરક્ષા અધિકારીઓની ચિંતામાં વધારો, ટ્રમ્પ ગુપ્ત માહિતી…

જોકે, પોતાની ગાડીમાં આવતા યુવાન પર હુમલો કરી ઉપરા છાપરી ઘા માર્યા હતા. જેથી રાકેશ ત્યાં જ ઢળી પડ્યો હતો. તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતું.