Not Set/ એ-૧ ગ્રેડ મેળવવા સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

અમદાવાદ, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ અંતર્ગત કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવી શક્યા છે તેમાંથી સૌથી વધુ સુરતના ૬૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૨ […]

Top Stories Gujarat Trending
surat એ-૧ ગ્રેડ મેળવવા સુરતના વિદ્યાર્થીઓએ મેદાન માર્યું

અમદાવાદ,

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૮માં લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સ (વિજ્ઞાન પ્રવાહ) નું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ અંતર્ગત કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવી શક્યા છે તેમાંથી સૌથી વધુ સુરતના ૬૩ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ ૨૦૧૮માં લેવાયેલી ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના પરિણામ આજે  જાહેર કરવામાં આવ્યાં છે. બોર્ડ દ્વારા જાહેર કરાયેલ ધોરણ-૧૨ સાયન્સનું કુલ પરિણામ ૭૨.૯૯ ટકા આવ્યું છે. જેમાં સુરતનું પરિણામ ૭૮.૭૭ ટકા છે. આ પરિણામ અંતર્ગત રાજ્યમાં કુલ ૧૩૬ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મળ્યાં છે.

જેમાંથી સૌથી વધુ સુરતના ૬૩ વિધાર્થીઓને એ-૧ ગ્રેડ મેળવવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. જ્યારે સમગ્ર રાજ્યમાં એ-૨ ગ્રેડની વાત કરીએ તો કુલ ૨૮૩૮ વિધાર્થીઓને એ-૨ ગ્રેડ મળ્યાં છે. જેમાંથી સુરતના કુલ ૭૧૯ વિદ્યાર્થીઓએ એ-૨ ગ્રેડ મેળવવામાં સફળતા મેળવી છે.

ગત વર્ષની તુલનામાં આ વર્ષે પરિણામની ટકાવારી ઘટી 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં ગત વર્ષે (માર્ચ-૨૦૧૭માં)લેવાયેલી ધોરણ-૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ ૮૧.૮૯ ટકા જેટલું ઊંચુ આવ્યું હતું. જે આ વર્ષે (માર્ચ-૨૦૧૮માં) નવ ટકા ઘટીને કુલ પરિણામ ૭૨.૯૯ જેટલું આવ્યું છે.

સુરતનું પરિણામ આ વર્ષે પણ ઊંચું રહ્યું

સુરતમાં આ વર્ષે પણ ઊંચુ પરિણામ આવ્યું છે. સુરતનું કુલ પરિણામ ૭૮.૭૭ ટકા જેટલું આવ્યું છે. રાજ્યમાં કુલ આ વર્ષે ૧૩૬ જેટલા વિધાર્થીઓ જ એ-૧ ગ્રેડ મેળવવામાં સફળ રહ્યાં છે, ત્યારે રાજ્યના અડધોઅડધ કહી શકાય જેટલાં એટલે કે, ૬૩ જેટલા સુરતના વિધાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્યાં છે. એ-૨ ગ્રેડની વાત કરીએ તો કુલ ૨૮૩૮ વિધાર્થીને એ-૨ ગ્રેડ મળ્યાં છે. જેમાંથી કુલ ૭૧૯ વિધાર્થી સુરતના છે.