Not Set/ ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલને આરએસએસના સંગઠને ગણાવી અનૈતિક, પીએમ મોદીને લખ્યો પત્ર

દિલ્લી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના આનુષાંગિક સંગઠન સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અમેરિકન છૂટક કંપની વોલમાર્ટ દ્વારા મુખ્ય ભારતીય ઓનલાઈન ઓપરેટર ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા ભાગીદારી આશરે ૧૬ અરબ ડોલર (૧.૦૫ લાખ કરોડ રૂપિયા)માં ખરીદવા (ડીલ)ને ‘અનૈતિક’ અને ‘રાષ્ટ્રહિત’ની વિરુદ્ધ ગણાવી છે. રાષ્ટ્રીય જાગરણ મંચનો દાવો છે કે અમેરિકન રિટેલ કંપની મોદી સરકારની મહત્વકાક્ષી […]

India
walmart flipkart ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલને આરએસએસના સંગઠને ગણાવી અનૈતિક, પીએમ મોદીને લખ્યો પત્ર

દિલ્લી,

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના આનુષાંગિક સંગઠન સ્વદેશી જાગરણ મંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લખેલા પત્રમાં અમેરિકન છૂટક કંપની વોલમાર્ટ દ્વારા મુખ્ય ભારતીય ઓનલાઈન ઓપરેટર ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા ભાગીદારી આશરે ૧૬ અરબ ડોલર (૧.૦૫ લાખ કરોડ રૂપિયા)માં ખરીદવા (ડીલ)ને ‘અનૈતિક’ અને ‘રાષ્ટ્રહિત’ની વિરુદ્ધ ગણાવી છે. રાષ્ટ્રીય જાગરણ મંચનો દાવો છે કે અમેરિકન રિટેલ કંપની મોદી સરકારની મહત્વકાક્ષી ‘મેક ઈન ઇન્ડિયા‘ અભિયાનને ખતમ કરી દેશે.

swadeshi JAGRAN MANCH ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલને આરએસએસના સંગઠને ગણાવી અનૈતિક, પીએમ મોદીને લખ્યો પત્ર

વડાપ્રધાન કાર્યાલયને મોકલેલા પત્રમાં સ્વદેશી જાગરણ મંચે કહ્યું છે કે, “સંઘ અને મોદીની બીજેપીની સાથે સર્વસંમતી હતી કે, મલ્ટી બ્રાંડ રિટેલમાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ ઉદ્યમશીલતા અને રોજગાર ઉભા કરવાની તકોને ‘ખતમ’ કરી દેશે, જો કે ‘કિસાન વિરોધી’ છે અને આ માટે અનુમતિ આપી શકાય નહિ”.

સ્વદેશી જાગરણ મંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આશ્ચર્યજનક રીતે વોલમાર્ટ નિયમોને ખોટ ગણાવીને ભારતીય બજાર ઉપર હુમલો કરવાની માટે ઈ-કોમર્સના માર્ગનો ઉપયોગ કરી રહ્યું છે. આ વાત નોંધવી જોઈએ કે, દુનિયામાં ક્યાંય પણ, વોલમાર્ટનું કોઈ માર્કેટ પ્લેસ મોડેલ નથી.

મંચે કહ્યું છે કે, તે ભારે હૃદયથી પીએમ મોદીને પત્ર લખી રહ્યા છે અને અપીલ કરી છે કે, તેઓ આ મામલે હસ્તક્ષેપ કરે.

બીજા દેશોના અનુભવો અને વોલમાર્ટ, કાસ્કોના ઉદાહરણ મારફત મંચે મલ્ટી નેશનલ કંપનીઓ દ્વારા ઘરેલું કંપનીઓના અધિગ્રહણના ઇતિહાસનો પણ ઉલ્લેખ કર્યો છે.

પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે, ખતરો હવે દરવાજા ઉપર આવીને ઉભો છે અને બજારમાં ભારે ઉથલપાથલ મચી શકે છે. આ સાથે પત્રમાં નાના અને મધ્યમ વેપારીઓ, નાની દુકાનો અને વધુમાં વધુ રોજગાર ઉભા કરવાની તકો ખતમ થઈ જવાની પણ ભવિષ્યવાણી કરવામાં આવી છે.

મંચે કહ્યું છે કે, “અમને વિશ્વાસ છે કે આપ (પીએમ) હસ્તક્ષેપ કરશો અને તે સુનિશ્ચિત કરશો કે છેલ્લી હરોળમાં ઉભેલી વ્યક્તિનું હિત સુરક્ષિત રહે. વૈશ્વિક સ્તર ઉપર છ મોટા દેશો બાદ વોલમાર્ટ ચીની સામાનનો સૌથી મોટું આયાતકાર છે, અને તેનો નંબર સાતમો છે.”

સ્વદેશી જાગરણ મંચના સહ-સંયોજક અશ્વિની મહાજને કહ્યું છે કે, આ અધિગ્રહણ ઈ-કોમર્સના મારફત મલ્ટી બ્રાંડ રિટેલ સેક્ટરમાં મલ્ટી નેશનલ કંપનીઓના પ્રવેશ સમાન સાબિત થશે.

મંચે કહ્યું હતું કે, “આ પ્રોડક્ટ્સમાં તેઓ સતત નિવેશ કરવાનું ચાલુ રાખશે, જે અમારા નાના અને મધ્યમ વેપારીઓણે ખતમ કરી દેશે. અને આગળ જઈને તે ‘મેક ઇન્ડિયા’ના સપનાને ખતમ કરી દેશે. અમે એ પણ જાણીએ છીએ કે, તે ફૂડના મલ્ટી બ્રાંડ રિટેલમાં દિલચસ્પી રાખે છે, અને આ બંનેનું સંયુક્ત ઉપક્રમ (જોડાણ) કિસાનોના હિતણે ખતમ કરી દેશે.”

સીપીઆઈએમએ કર્યો ડીલનો વિરોધ

બીજી તરફ કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્સવાદી)એ પણ ફ્લિપકાર્ટ-વોલમાર્ટ ડીલનો વિરોધ કર્યો છે. પાર્ટીના પ્રવક્તા ટીકેન્દર પવારે કહ્યું છે કે, જયારે ભાજપ વિપક્ષમાં હતો, ત્યારે તેણે મલ્ટી બ્રાંડ રિટેલમાં એફડીઆઈને અનુમતિ આપવાના યુપીએ સરકારના પ્રસ્તાવનો જોરદાર વિરોધ કર્યો હતો અને સંસદને ચાલવા પણ દીધી ન હતી. પરંતુ હવે તે પાછલા બારણેથી આ જ કામ કરી રહ્યું છે.

પવારે કહ્યું કે, “અમે ઈચ્છીએ છીએ કે, આ સરકાર આ વાતને સુનિશ્ચિત કરે કે નાના વેપારીઓને કોઈ ખતરો નથી. વાણિજ્ય મંત્રીએ આ ડીલ અંગે પોતાની પ્રતિક્રિયા આપવી જોઈએ.”

તેમણે કહ્યું કે, સિંગલ બ્રાંડ રિટેલ સેક્ટરમાં એફડીઆઈને લઈને કેટલાક નિયમો અને કાયદા છે, પરંતુ આ મામલામાં ખૂબ જ પ્રમાણમાં સતર્કતાની જરૂરિયાત છે.