Not Set/ કોંગ્રેસે બોગસ વોટર આઈડી કાર્ડ બનાવવાનું કામ શરુ કર્યું છે : PM મોદી

બેંગલુરુ, કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે પીએમ મોદીએ બેંગલુરુના એક ફલેટમાંથી પકડાયેલા બોગસ વોટર આઈડી કાર્ડના મામલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે આ દિવસોમાં કેટલાય કારનામાં શરુ કર્યા છે, કોંગ્રેસ હવે બોગસ વોટર આઈડી કાર્ડ બનાવી રહી છે”. પીએમ મોદીએ આ બાબત ભાજપના કાર્યકર્તાઓ સાથેના નમો […]

Top Stories India
sdsdd કોંગ્રેસે બોગસ વોટર આઈડી કાર્ડ બનાવવાનું કામ શરુ કર્યું છે : PM મોદી

બેંગલુરુ,

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે ત્યારે પીએમ મોદીએ બેંગલુરુના એક ફલેટમાંથી પકડાયેલા બોગસ વોટર આઈડી કાર્ડના મામલે કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસે આ દિવસોમાં કેટલાય કારનામાં શરુ કર્યા છે, કોંગ્રેસ હવે બોગસ વોટર આઈડી કાર્ડ બનાવી રહી છે”. પીએમ મોદીએ આ બાબત ભાજપના કાર્યકર્તાઓ સાથેના નમો એપ પરના સંવાદમાં જણાવી હતી.

પીએમ મોદીની સાથે આ સંવાદમાં એસસી/એસટી/ઓબીસી અને સ્લમ મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા.

પીએમ મોદીએ ભાજપના કાર્યકર્તાઓ સાથેના નમો એપ પરના સંવાદમાં જણાવ્યું,

એસસી/એસટી/ઓબીસીના લોકો આજે સૌથી વધુ ભાજપ સાથે જોડાયેલા છે, આ વર્ગના લોકોનું સૌથી વધુ પ્રતિનિધિત્વ ભાજપમાંથી જ છે.

કાર્યકર્તાઓ આ સમુદાયના લોકોના ઘરે જાય અને સરકારની યોજનાઓ અંગે જાણ કરો.ભાજપ દેશના દરેક વર્ગની માટે સમર્પિત પાર્ટી રહી છે, અમારું લક્ષ્ય છેવાડાના માનવીઓનું કલ્યાણ કરવાનું છે.

આપણા દેશમાં કેટલાય પંથો અને જાતિઓ છે, પરંતુ આપણે એક બનીશું. પીએમએ આ દરમિયાન બાબાસાહેબ આંબેડકર, જ્યોતિરાવ ફુલે દ્વારા દલિત સમાજની માટે કરવામાં આવેલા કાર્યોની પણ વાત કરી હતી.

 સંત રોહીદાસ અને કબીરે સમાજમાં સમાનતા માટે ઘણો મોટો સંદેશો આપ્યો છે. સંત રવિદાસે જાતિની તુલના કેળાના પાંદડા સાથે કરી હતી. જો કે તે એક અંતહીન વ્યવસ્થા છે.

કેન્દ્ર સરકારે બાબાસાહેબના સન્માન માટે ઘણું કામ કર્યું છે, અમે તેમની સાથે જોડાયેલી ભૂમીઓ (સ્થળો)ને પંચશીલની જેમ બનાવવા માટેનું કામ કર્યું છે.

બાબાસાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાપુરુષોને ભૂલી જવાયા હતા.

એસસી/એસટી એક્ટના મુદ્દા અંગે વડાપ્રધાને કહ્યું, અમારી સરકારે આ કાયદાને મજબૂત કરવાનું કામ કર્યું છે, જેથી દલિત અને આદિવાસી સન્માનપૂર્વક જીવી શકે. આ સમાજના લોકોએ આર્થિક રીતે મજબૂત થવું ઘણું જરૂરી છે.

અમારી સરકારે મુદ્રા યોજના, સ્ટેન્ડ અપ ઇન્ડિયા, નાના વેપારીઓની માટે પણ ઘણું કામ કર્યું છે.

કોંગ્રેસના દિલમાં દલિત અને પછાત લોકોની માટે કોઈ સ્થાન નથી, ના તો તેમના દિલમાં બાબાસાહેબની માટે કોઈ સન્માન છે. કોંગ્રેસે બાબાસાહેબને હરાવવા માટે તમામ શક્તિ લગાવી દીધી હતી.

કોંગ્રેસ એક કામ જણાવે કે જે તેમણે બાબાસાહેબના સન્માનની માટે કર્યું હોય. ભાજપ હંમેશા બાબાસાહેબના સન્માનની માટે લડતું રહ્યું છે અને તેમની માટે ઉભું રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે,વડાપ્રધાને ૧, મેના રોજ કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર કરવાનું શરુ કર્યું છે. ત્યાર બાદથી સતત તેઓ કર્ણાટક ચૂંટણીની સાથે જોડાયેલા રહ્યા છે. જે દિવસે વડાપ્રધાન રેલીને સંબોધિત નથી કરતા, તે દિવસે નમો એપ દ્વારા કાર્યકર્તાઓને સંબોધિત કરે છે. આ અગાઉ પણ પીએમ કિસાન મોરચા, મહિલા મોરચા અને રાજ્યના ઉમેદવારોને નમો એપ મારફત સંબોધિત કરી ચૂક્યા છે.