Not Set/ સુરતમાં રોગચાળો વકર્યો, માત્ર એક જ મહિનામાં ડેન્ગ્યૂનાં અધધધ… કેસ નોંધાયા

રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ રોગચાળોનો કહેર યથાવત છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. વાવાઝોડાની અસરનાં પગલે શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા, વાયરલ ઈન્ફેક્શન જેવા કેસોમાં વધારો નોંધાયો છે. સુરતમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યૂનાં 800થી વધુ કેસ નોંધાયા હતા. તો મેલેરિયાનાં 501 અને તાવનાં 350 કેસ […]

Gujarat Surat
Surat Hospital સુરતમાં રોગચાળો વકર્યો, માત્ર એક જ મહિનામાં ડેન્ગ્યૂનાં અધધધ... કેસ નોંધાયા

રાજ્યનાં અલગ-અલગ શહેરોમાં રોગચાળો વકર્યો છે. ત્યારે સુરત શહેરમાં પણ રોગચાળોનો કહેર યથાવત છે. શહેરની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. વાવાઝોડાની અસરનાં પગલે શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. જેના કારણે ડેન્ગ્યૂ, મેલેરિયા, વાયરલ ઈન્ફેક્શન જેવા કેસોમાં વધારો નોંધાયો છે.

Image result for patient in india

સુરતમાં ઓક્ટોબર મહિનામાં ડેન્ગ્યૂનાં 800થી વધુ કેસ નોંધાયા હતા. તો મેલેરિયાનાં 501 અને તાવનાં 350 કેસ નોંધાયા છે. રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલમાં હવે બેડ ખૂટી પડ્યા છે. જેના કારણે દર્દીઓને જમીન પર સુવડાવવાની ફરજ પડી હતી. મળી રહેલી માહિતી મુજબ સિવિલમાં દર્દીઓનો જાણે રાફડો ફાટ્યો હોય તેમ એક પલંગ પર બે દર્દીઓને દાખલ કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.