Video/ વડોદરામાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા લીરેલીરા, ટુ વ્હીલર પર 5 લોકો થયા સવાર

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરેલા આ વિડિયોમાં એક મહિલા સહીત ટુ-વ્હીલર પર પાંચ વ્યક્તિ સવાર છે. આ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે લખ્યું છે કે, હવે તમે જ કેવી રીતે સમજાવવા આ લોકોને?

Gujarat Vadodara
ટ્રાફિકના નિયમો
  • વડોદરામાં ટ્રાફિકના નિયમોના ઉડ્યા લીરેલીરા
  • નિયમોને નેવે મુકી ટુ વ્હીલર પર 5 લોકો સવાર
  • ટ્રાફિક પોલીસે વિડીયો કર્યો સો.મિડીયામાં શેર
  • ઇન્ટાગ્રામ પર પોલીસે કર્યો વિડીયો શેર
  • ટુ વ્હીલર પર એક-બે નહીં 5 લોકો સવાર
  • આ લોકોને કેવી રીતે સમજાવવાઃ ટ્રાફિક પોલીસ

વડોદરા શેહેરના ટ્રાફિક પોલીસના સોશિયલ મીડિયા પર નિયમોનો ભંગ કરતો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં  જોઈ શકાય છે કે કેવી રીતે “એક મહિલા અને બાળકો  સહીત કુલ પાંચ વ્યક્તિઓ એક જ ટુ વ્હીલર પર સવાર થઈને ફુલ સ્પીડે આગળ વધી રહ્યા છે. ટ્રાફિક પોલીસે વીડિયો શેર કરીને પ્રશ્નાર્થ કર્યો  છે કે  હવે તમે જ કહો આ લોકોને કેવી રીતે સમજાવવા ??ઉલ્લેખનીય છે કે  ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન પણ  શરૂ કરવામાં આવ્યું છે.

વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્વિટ કરેલા આ વિડિયોમાં એક મહિલા સહીત ટુ-વ્હીલર પર પાંચ વ્યક્તિ સવાર છે. આ વિડીયોને લઈને ટ્રાફિક પોલીસે લખ્યું છે કે, હવે તમે જ કેવી રીતે સમજાવવા આ લોકોને? મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રાફિકના નિયમો અંગે જાગૃતતા લાવવા માટે વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા મેં ટ્રાફિક ચેમ્પ નામનું કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું છે. આવા વિડીયો શેર કરવાનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.

ઉલ્લેખનીય છે કે,થોડા સમય પહેલા શહેર પોલીસે સોશિયલ મીડીયા એકાઉન્ટમાં શનિવારે એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ સાથે પોલીસે વ્યંગાત્મક શૈલીમાં લખાણ પણ કર્યું હતું. આ વીડિયોમાં વાડી પોલીસ સ્ટેશનની હદમાં આવતા ગેંડીગેટના CCTV ફુટેજમાં ચાલુ બાઈક પર એક વ્યક્તિ એક હાથથી ફોનમાં વાત કરી રહ્યા હતા. જ્યારે બીજા હાથમાં બીજા મોબાઇલ પર બીજી કોઇ પ્રવૃતિ કરી રહ્યા હતા. બાઇક આપોઆપ ચાલી રહ્યું છે. બંન્ને હાથમાં મોબાઇલ હોવાના કારણે બાઇક પોતાના બેલેન્સે જ ચાલી રહી છે. બાઈકના સ્ટીયરીંગ પર હાથ નથી. આ બાઈક ચાલક પોલીસના CCTVમાં કેદ થઈ ગયો હતો. આ સીસીટીવી જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસે આ ચાલકને 1 હજારનો દંડ ફટકાર્યો હતો. જ્યારે પોલીસે ટ્વીટ કરીને આ વીડિયોમાં લખ્યું છે કે, બે હાથમાં બે ફોન! એ પણ ચાલુ બાઈક પર! આ ભાઈની વ્યસ્તતા તો જુઓ. વડોદરા શહેર પોલીસે ફટકારેલા મેમોમાં વાહન ચાલકનું નામ મુકેશ મખીજાની અને તરસાલીના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ CCTV ફૂટેજ 21 જાન્યુઆરીના રોજ સવારે 11:26 વાગ્યાનો છે. ત્યારે પોલીસ દ્વારા વધુ એક વિડીયો શેર કરવામાં આવ્યો છે, જેમાં એક મહિલા ટૂ-વ્હીલર ચલાવી રહી છે અને તેની સાથે બાળકો પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : અંક્લેશ્વરમાં લોક ડાયરામાં થયેલા ફાયરિંગનો વીડિયો વાયરલ, યુવાને હવામાં કર્યું ફાયરિંગ

આ પણ વાંચો :પાટીદારો સામેના કેસો પાછા ખેંચવા હાર્દિક પટેલની ચીમકી, કોને આપશે ગુલાબ?

આ પણ વાંચો :એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી પરણીતાએ કર્યો આપઘાતનો પ્રયાસ, પોતાને ચાંપી આગ

આ પણ વાંચો :કોરોનાના સીધી અસર રાજ્યની રોજગારી પર,ગુજરાતમાં આટલા નવા બેરોજગારો નોંધાયા,જાણો