વડોદરા/ પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો

ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે.

Gujarat Vadodara
YouTube Thumbnail 2023 11 12T151440.682 પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો

Vadodara News: 80 ભારતીય માછીમારોને  પાકિસ્તાનની જેલમાંથી મુક્ત  કરવામાં આવ્યા. રાજ્યના મત્સ્ય વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર જીગ્નેશ કુમાર સહિતના અધિકારીઓએ 10મીએ રાત્રે વાઘા બોર્ડર ખાતેથી મુક્ત કરાયેલતમામ માછીમારોનો કબજો મેળવ્યો હતો.તેમને ટ્રેન દ્વારા વડોદરા લાવવામાં આવ્યા હતા.

ભારતીય માછીમારો માછલાં પકડવા માટે ઘણી વાર પાકિસ્તાનની જળ સીમામાં પ્રવેશ કરતા હોય છે ત્યારે પાકિસ્તાન દ્વારા તેમને પકડીને જેલમાં મોકલી દેવામાં આવે છે. ત્યારે કેન્દ્ર સરકારના પ્રયત્નોથી વાટાઘાટો બાદ પાકિસ્તાની જેલમાંથી 80 માછીમારોને દિવાળી પર્વ પહેલા જ મુક્ત કરવામાં આવ્યા હતા.

મત્સ્ય વિભાગના આસિસ્ટન્ટ ડિરેકટર જીગ્નેશ કુમાર, ડૉ.ધ્રુવ દવે, કૌશિક દવે, પરવેઝ ઝીલાની,ઓનરાઝા મકરાની સહિતના અધિકારીઓએ તેમનો  કબજો મેળવ્યો હતો.આ તમામ માછીમારોને વર્ષ 2020માં પકડવામાં આવ્યા હતા. હજી 200 જેટલા માછીમારો ઓઆકિસ્તાનની જેલમાં સજા કાપી રહ્યા છે. ત્યારે મુક્ત કરાયેલ માછીમારો પોતાના પરિવાર સાથે દિવાળી પર્વની ઉજવણી કરી શકશે.

ગુજરાત મત્સ્યઉદ્યોગ વિભાગના અધિકારીઓ વાઘ બોર્ડેર ખાતે થી તેમનો કબજો મેળવીને ડીલક્સ ટ્રેન દ્વારા આજે સવારે વડોદરા આવી પહોંચ્યા હતા.તેમને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બે એસી બસ દ્વારા વેરાવળ ખાતે લઈ જવામાં આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 પાકિસ્તાની જેલમાંથી 80 ભારતીય માછીમારોને મુક્ત, અટારી વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ કર્યો


આ પણ વાંચો:RBIની બહાર નોટોની હેરાફેરીનો કાળો કારોબાર, એજન્ટો બેફામ

આ પણ વાંચો:પાલીતાણાના ઠાડચ ગામે LCBનો સપાટો મસમોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

આ પણ વાંચો:સુરતમાં બાળકોની અનોખી પહેલ

આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો