vadodra/ 14 વર્ષના બાળકને પતંગ ચગાવતાં મળ્યું કરુણ મોત

વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટમાં 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

Gujarat Vadodara
a 59 14 વર્ષના બાળકને પતંગ ચગાવતાં મળ્યું કરુણ મોત

ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે પતંગરસિકોમાં અત્યારથી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ કેટલાક યુવાનોએ પતંગ ચગવાની શરૂઆત કરી દીધી છે. આવામાં વડોદરામાં ઉત્તરાયણ ટાણે વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં પતંગ ચગાવતાં સમયે 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા કરુણ મોત નીપજ્યું છે.

મળતી માહિતી અનુસાર વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારનાં નર્મદા ફ્લેટમાં 14 વર્ષનો બાળક પતંગ ચગાવવા માટે ધાબે ચડ્યો હતો. પતંગ ચગાવવામાં મશુગલ બાળકનું ધ્યાન ન રહેતા ચોથા માળેથી નીચે પટકાયો હતો. 14 વર્ષનો બાળક ચોથા માળેથી પટકાતા મોત થયું છે.

આપને જણાવી દઈએ કે, આ પહેલા સુરતના પુણા વિસ્તારમાં એક દુર્ઘટના બની હતી. 5 વર્ષીય બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતા બીજા માળેથી પટકાયો હતો. જેને લઇને બાળકનું મોત થયું હતું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો