સુરત/ દેશના પ્રથમ ઓક્શન હાઉસ નું 16 ઓગસ્ટે ઉદઘાટન કરવામાં આવશે

દેશમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે ત્રણ એજન્સીઓને જ માન્યતા આપવામાં આવી છે

Gujarat Surat
Untitled 145 દેશના પ્રથમ ઓક્શન હાઉસ નું 16 ઓગસ્ટે ઉદઘાટન કરવામાં આવશે

     સુરત શહેર આમતો હીરા નગરી તરીકે  જાણીતું  છે . ત્યાના  મોટાભાગના લોકો  હીરાઉદ્યોગ સાથે સંકળાયેલા હોય છે . ત્યારેં સુરતમાં હીરા અને ઝવેરાતના વેપારીઓ માટે સારા સમાચાર આવ્યા છે. જેમાં હવે જેમ્સ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ દ્વારા સુરતમાં નાના વેપારીઓ અને નાના જવેલર્સોને પોતાની પ્રોડક્ટની હરાજી માટે દેશના પ્રથમ ઓકશન હાઉસને તૈયાર  કરવામાં આવ્યું છે . જેમાં અંદાજે 4 કરોડના ખર્ચે 2200 સ્કેવરફૂટ વિસ્તારમાં તે નિર્મિત કરવામાં આવ્યું છે. આ ઓક્શન હાઉસ વેસુના ટાઈટેનિયમ સ્ક્વેરમાં ચોથા માળ પર બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :15 ઓગસ્ટના રોજ અમેરિકાના ટાઇમ્સ સ્ક્વેર પર ફરકાવાશે સૌથી મોટો તિરંગો

આ ઉપરાંત જીજેઇપીસીના જણાવ્યા મુજબ સરકારની ગાઇડલાઈન પ્રમાણે આ ઓક્શન હાઉસ  બનાવવામાં આવ્યું છે  . જેમાં કોઈપણ વ્યક્તિ, કોઈ પણ માઈનર માલ બતાવવા માટે અથવા વેચાણ માટે લાવી શકેશે. તેમજ લોકલ માર્કેટમાંથી કોઈએ ટેન્ડરિંગ કરવું હોય તે પણ પોતાનો માલ સરળતાથી મૂકી શકશે. જેમાં પગલે મોટી માઈનર કંપનીઓ સુરતના ડાયટ્રેડ સેન્ટરમાં આવશે જ્યારે નાની કંપનીઓ આ ઓક્શન હાઉસનો ફાયદો ઉઠાવી શકશે.

આ પણ વાંચો :તારક મહેતાના ‘ગોગી’ ઉર્ફે સમય શાહ સાથેના EXCLUSIVE ઈન્ટરવ્યુમાં ખૂલ્યા આ સિક્રેટ..

ઉલ્લેખનીય છે કે, દેશમાં ઓક્શન હાઉસ તૈયાર કરવા માટે ત્રણ એજન્સીઓને જ માન્યતા આપવામાં આવી છે. જેમાં આ ઓક્શન હાઉસ જીજેઈપીસી દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કોન્ફરન્સ રૂમ, નવરત્ન ગેલરી, સેઈફ ડિપોઝિટ વોલ્ટ, 11 વિવિંગ કેબિન મળીને કુલ 15 કેબિનની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઓકશન હાઉસનું ઉદઘાટન જીજેઈપીસીના ચેરમેન કોલિન શાહ દ્વારા 16 ઓગસ્ટના કરવામાં આવશે.