Not Set/ અમદાવાદ/ હાઈકોર્ટ કરશે સિવિલ હોસ્પીટલનું જાત નિરીક્ષણ, તૈયાર રહેજો …

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની કામગીરી અંગે વારંવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. જે અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.  હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને તે અનુસાર હાઇકોર્ટના જજ જે. બી. પારડીવાલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થા મામલે સુનાવણી દરમિયાન આ નિર્ણય […]

Ahmedabad Gujarat
7e7c3efe190fd8cc3ffc32e779b1a63d અમદાવાદ/ હાઈકોર્ટ કરશે સિવિલ હોસ્પીટલનું જાત નિરીક્ષણ, તૈયાર રહેજો ...
7e7c3efe190fd8cc3ffc32e779b1a63d અમદાવાદ/ હાઈકોર્ટ કરશે સિવિલ હોસ્પીટલનું જાત નિરીક્ષણ, તૈયાર રહેજો ...

ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે કાળો કહેર વરસાવ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાની કામગીરી અંગે વારંવાર સવાલો ઉભા થઇ રહ્યા છે. જે અંગે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી છે.  હાઇકોર્ટમાં જાહેરહિતની અરજીના મામલે કાર્યવાહી કરવામાં આવી છે અને તે અનુસાર હાઇકોર્ટના જજ જે. બી. પારડીવાલા સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે. હોસ્પિટલની વ્યવસ્થા મામલે સુનાવણી દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ખાસ કરીને અમદાવાદ ખાતે કોરોના કેસમાં સતત મોટો વધારો નોધાઇ રહ્યો છે. ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના વાયરસની કામગીરીને લઈને ઉદભવેલા પ્રશ્નો અંગે બેંચ દ્વારા કરવામાં આવેલી આકરી ટીકા સામે લડવાના પ્રયાસમાં કરાયેલી અરજીની સુનાવણીની માંગ માટે ગુજરાત સરકાર હાઇકોર્ટમાં દોડી આવી હતી. જે બાદ આ ચેતવણી આપવામાં આવી છે.

ઓનલાઇન હાથ ધરાયેલી સુનાવણી માં બન્ને જજો ની ખંડપીઠે જણાવ્યુ હતું કે, “સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ અને ગુજરાતના આરોગ્ય વિભાગના અન્ય અધિકારીઓ સિવિલ હોસ્પિટલમાં અમારી એક દિવસીય મુલાકાત માટે  પોતાને તૈયાર રાખશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” નીનવી મોબાઇલ એપ્લિકેશન.