Not Set/ અમદાવાદના બાવળા વિસ્તારમાં શંકાશીલ સ્વભાવે હસતા રમતા પરિવારને ઉજાડી નાંખ્યો

અમદાવાદ નજીક આવેલા બાવળા ગામમાં ડબલ મર્ડરની ઘટના બની. શંકાશીલ પત્નીના ત્રાસથી કંટાળી પતિએ પત્ની અને મોટી પુત્રીની હત્યા કરી નાખી. પિતા પુત્રીના આડા સબંધ હોવાની શંકા રાખી પત્ની અવાર-નવાર ઝગડા કરતી હોવાથી કંટાળીને પતિએ આવેશમાં આવીને છરીના ઘા ઝીકી હત્યા કરી. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપીએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારી અને જણાવ્યું કે તેને […]

Gujarat

bavla

અમદાવાદ નજીક આવેલા બાવળા ગામમાં ડબલ મર્ડરની ઘટના બની. શંકાશીલ પત્નીના ત્રાસથી કંટાળી પતિએ પત્ની અને મોટી પુત્રીની હત્યા કરી નાખી. પિતા પુત્રીના આડા સબંધ હોવાની શંકા રાખી પત્ની અવાર-નવાર ઝગડા કરતી હોવાથી કંટાળીને પતિએ આવેશમાં આવીને છરીના ઘા ઝીકી હત્યા કરી. પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આરોપીએ પોલીસ સામે શરણાગતિ સ્વીકારી અને જણાવ્યું કે તેને બે લોકોની હત્યા કરી છે. બાવળા પોલીસે આરોપીની ધરપકડ કરી. કહેવાય છે કે બાપને વાહલી દિકરી પરંતુ પત્નીના શંકાશીલ સ્વભાવને કારણે પિતાએ ન કરનાવી ધટના કરી પોતાનું સન્માન ધટાડ્યુ છે.

અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં આવેલા બાવળા ગામમાં પત્નીના શંકાશીલ સ્વભાવે હસતા રમતા પરિવારને ઉજાડી નાખ્યો.  ઢેઢાળ ચોકડી પાસે આવેલી શાંતિનગર સોસાયટીમાં પતિએ પત્ની લીલા અને મોટી પુત્રી કોમલની છરીના ઘા મારી હત્યા કરી નાખી. છેલ્લા ઘણા સમયથી પત્નીને શંકાશીલ સ્વભાવથી પરેશાન પતિએ હત્યાનું કાવતરું ઘડી નાખ્યું અને રવિવારની રાત લોહિયાળ બની ગઈ.

ઘટનાની વિગતવાર વાત કરીએ તો તસ્વીરમાં દેખાતા 36 વર્ષીય લીલાબેન અને તેની 18 વર્ષની પુત્રી કોમલ આ બંનેની ઠંડા કળજે પ્રતાપરામ મેઘવાલે હત્યા કરી નાખી અને પછી ખુદ પોલીસ સમક્ષ હાજર થઈ ગયો. આજથી 19 વર્ષ પહેલા પ્રતાપ અને લીલાના લગ્ન થયા હતા. ત્યારબાદ તેમનું દામ્પત્ય જીવન ખુશખુશાલ ચાલતું હતું પરંતુ પત્ની લીલાના શંકાશીલ સ્વભાવને કારણે સંબંધોમાં ખટરાગ શરુ થયો. લીલાને શંકા હતી કે તેના પતિ અને દીકરી વચ્ચે અનૈતિક સંબંધ છે અને સમયની સાથે સાથે આ શંકા  ચરમસીમાએ હદ સુધી પહોંચી ગઈ કે પ્રતાપરામે ઘાતકી હત્યાને અંજામ આપીને કંકાસનો અંત આણી દીધો.. પણ તે આવેશમાં એ ભૂલી ગયો કે હત્યાનો ભોગ બનનાર બીજુ કોઈ નહિ પણ તેની પત્ની અને વ્હાલસોઈ દીકરી જ હતી પણ આ વાતનું તેને ભાન થાય તે પહેલા તો માતા-પુત્રીના મોત નિપજી ગયા.

પ્રતાપરામે પોતે કરેલ હત્યાથી પોતે શરમ અનુભવી રહ્યો હતો તેથી તેણે પોલીસના હવાલે થઇ સમગ્ર હકીકત જાહેર કરી દીધી. આટલું જ નહિ આરોપી પ્રતાપરામે હત્યા કર્યા બાદ પોતે પહેરેલા કપડા અને અન્ય પુરાવાનો નાશ કર્યો. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ઘટનાસ્થળે જોયું તો ત્યાં અમુક વસ્તુઓ બળેલી હાલતમાં મળી હતી…જેની તપાસ કરી આરોપીને પૂછતા તેણે પુરાવાનો નાશ કર્યો હોવાનું પોલીસને જણાવ્યું પત્નીની શંકાને કારણે આજે મેઘવાલ પરિવાર તહેશ નહેશ થઈ ગયો  અને ઘટનાને પગલે સમગ્ર બાવળા પંથકમાં ગમગીની છવાઈ ગઈ છે.