હવામાન વિભાગની આગાહી અનુસાર,આજે રાજયમાં ભારે વરસાદની આગાહી રહેશે. રાજ્યમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. બંગાળમાં લો પ્રેશરને કારણે રાજ્યમાં વાદળો છવાશે. ત્યારે હવામાન વિભાગનો અંદાજ છે કે આગામી એક સપ્તાહ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે.
હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના દર્શાવવમાં આવી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા શહેરોમાં વરસાદ પડી શકે છે. તો સૌરાષ્ટ્રના શહેરોમાં પણ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં આજથી વરસાદનું જોર વધી શકે છે. સાથે જ અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો:Earthquake/સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ભૂકંપ, 3.5ની તીવ્રતા, એપીસેન્ટર પાલીતાણાથી 29 કિ.મી. દૂર
આ પણ વાંચો:Three Youth Death/મહેસાણાના રાજપૂત પરિવારને ઝાટકોઃ એક જ દિવસે ત્રણ રાજપૂત યુવાનોના ડૂબવાથી મોત
આ પણ વાંચો:વરસાદ/ગુજરાતના આટલા તાલુકામાં મેઘરાજાની મહેર, વધઇમાં સૌથી વધુ 5 ઇંચ વરસાદ