Not Set/ એશિયન ગેમ્સ : રાજ્યની ગોલ્ડ ગર્લ સરિતાને બનાવાઈ કુપોષણ મુક્ત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર

ગાંધીનગર, ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડનારી મહિલા ખેલાડીઓને સરકારના અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેલી મહિલા ખેલાડી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારના “કુપોષણ મુક્ત અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. જયારે ટેનિસની મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતા રૈનાને […]

Top Stories Ahmedabad Gujarat Trending
Gujarat government appoints Sarita Gaikwad as its brand ambassador of Kuposhan Mukt Gujarat Abhiyan એશિયન ગેમ્સ : રાજ્યની ગોલ્ડ ગર્લ સરિતાને બનાવાઈ કુપોષણ મુક્ત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર

ગાંધીનગર,

ઇન્ડોનેશિયામાં રમાયેલા ૧૮માં એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વગાડનારી મહિલા ખેલાડીઓને સરકારના અભિયાનની બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.

૪ X ૪૦૦ મિક્સ રિલે દોડમાં ભારતને ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહેલી મહિલા ખેલાડી સરિતા ગાયકવાડને રાજ્ય સરકારના “કુપોષણ મુક્ત અભિયાન”ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે.

Dl3fdnyWwAAlUZo એશિયન ગેમ્સ : રાજ્યની ગોલ્ડ ગર્લ સરિતાને બનાવાઈ કુપોષણ મુક્ત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર
sports-18 th asian-games-the-states-gold-girl-sarita-was-named-brand-ambassador-of-malnutrition-free-campaign

જયારે ટેનિસની મહિલા સિંગલ્સની ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી અંકિતા રૈનાને “બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન“ની બ્રાન્ડ એમ્બેસેડર બનવવામાં આવી છે. ગુરુવારે વિજય રુપાણી સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

7ddb1c64e21d57a0f596b24a43ef4bd7 એશિયન ગેમ્સ : રાજ્યની ગોલ્ડ ગર્લ સરિતાને બનાવાઈ કુપોષણ મુક્ત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર
sports-18 th asian-games-the-states-gold-girl-sarita-was-named-brand-ambassador-of-malnutrition-free-campaign

અત્રે ઉલ્લેખનીય છે કે, એશિયન ગેમ્સમાં મેડલ જીતી ગુજરાતનો ડંકો વિશ્વભરમાં વગાડનારા ખેલાડીઓ ગુરુવારે પોતાના અમદાવાદ એરપોર્ટ પર પહોચ્યા હતા અને ત્યાં તેઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા તેઓને ખાસ સન્માન આપતા બ્રાંડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.

harmeet and manav thakkar એશિયન ગેમ્સ : રાજ્યની ગોલ્ડ ગર્લ સરિતાને બનાવાઈ કુપોષણ મુક્ત અભિયાનની બ્રાંડ એમ્બેસેડર
sports-18 th asian-games-the-states-gold-girl-sarita-was-named-brand-ambassador-of-malnutrition-free-campaign

આ ઉપરાંત એશિયન ગેમ્સમાં હર્મિત દેસાઈ અને માનવ ઠક્કરે ટેબલ ટેનિસ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતી ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું.

આ પહેલા રાજ્ય સરકાર દ્વારા ગોલ્ડન ગર્લ સરિતાને આ મોટી ઉપલબ્ધિને બિરદાવતા ૧ કરોડ રૂપિયાનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી હતી.