Not Set/ ઓવૈસીના પ્રહાર- ઉત્તર પ્રદેશમાં ફ્રિડમ ઓફ એક્સપ્રેશન નથી, UPની ‘ઠોકી દો’ નીતિનો શિકાર 37% મુસ્લિમ, મંત્રીએ આપ્યો જવાબ

AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. યુપીના બલરામપુરમા એક જનસભાને સંબોધિત કરતાં ઓવૈસીએ કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર બની છે ત્યારથી એટલે કે 2017-2020માં 6 હજારથી વધુ એન્કાઉન્ટર થયા છે. તેમાં જે લોકો મર્યા છે તેમાં 37 ટકા મુસલમાન છે. છેવટે આ અત્યાચાર કેમ […]

Top Stories India
nationalherald ઓવૈસીના પ્રહાર- ઉત્તર પ્રદેશમાં ફ્રિડમ ઓફ એક્સપ્રેશન નથી, UPની 'ઠોકી દો' નીતિનો શિકાર 37% મુસ્લિમ, મંત્રીએ આપ્યો જવાબ

AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. યુપીના બલરામપુરમા એક જનસભાને સંબોધિત કરતાં ઓવૈસીએ કહ્યું કે જ્યારથી ભાજપ સરકાર બની છે ત્યારથી એટલે કે 2017-2020માં 6 હજારથી વધુ એન્કાઉન્ટર થયા છે. તેમાં જે લોકો મર્યા છે તેમાં 37 ટકા મુસલમાન છે. છેવટે આ અત્યાચાર કેમ થઇ રહ્યો છે. ઓવૈસીને જવાબ આપ્યો છે યુપી સરકારના મંત્રી મોહસિન રજાએ.

ઓવૈસીએ આરોપ લગાવ્યો કે ઉત્તર પ્રદેશમાં બંધારણનું રાજ નથી પણ તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. યુપી સરકારની ઠોક દો નીતિનું સૌથી વધુ નિશાન યુપીના મુસલમાનો બન્યા છે. તેમણે કહ્યું કે કયામતનો દિવસ જલદી આવશે અને પ્રદેશમાં યોગી સરકાર ફરી નહીં બને.

ઓવૈસીને યોગીના મંત્રીનો જવાબ

અસદુદ્દીન ઓવૈસીના આરોપોનો યુપી સરકારમાં મંત્રી મોહસિન રજાએ જવાબ આપતાં કહ્યું કે ઓવૈસીએ લોકોને અભિપ્રાય આપવો જોઇએ કે અપરાધીઓમાં આટલો મોટો હિસ્સો કેમ છે. દરેકને સમજાવવું જોઇએ કે વકિલ બનો અપરાધી નહી. રજાએ કહ્યું કે ઓવૈસીના પૂર્વજો વિભાજન કરનારા લોકો હતા અને આજે ઓવૈસી જે વાતો કરી રહ્યા છે તે વિભાજનને પ્રોત્સાહન આપનારી છે.