Rajkot News: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની દહેશત ફેલાયેલી છે. શહેરના યુનિવર્સિટી તેમજ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાય આવવાની વાતને લઇ વન વિભાગની ટીમ સતત દોડધામ કરી રહી છે. અનેક જગ્યાએ પાંજરા મુક્યા છતા દીપડો પકડાતો નથી. બીજી તરફ રાજકોટમાં જ ધોરાજી નજીક ટ્રેનની અડફેટે આવતા ત્રણ દીપડાના મોત થયા છે. જેને લઇને જીવદયા પ્રેમીઓમાં દુ:ખ જોવા મળી રહ્યુ છે.
મળતી માહિતી પ્રમાણે રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સૂપેડી ગામે રેલ્વે ટ્રેક પર દીપડો તેમજ બે બચ્ચાં ટ્રેન અડફેટે ચડતા મોત નીપજ્યાની ઘટના સામે આવી હતી. ઘટનાની જાણ ફોરેસ્ટ વિભાગનાં અધિકારોને થતા અધિકારીઓ ઘટના સ્થળે તાત્કાલીક દોડી ગયા હતા અને દીપડો તેમજ તેમના બંને બચ્ચાને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
બીજી તરફ રાજકોટમાં છેલ્લા કેટલાય દિવસથી દીપડો વનવિભાગને હાથતાળી આપી રહ્યો છે. ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં દીપડાની દહેશતથી લોકો અને તંત્રની રીતસર ઉંઘ ઉડી ગઈ છે. તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તારમાં દીપડાએ ધામા નાખ્યા છે. આ ઘટનાને લઇને લોકોની સુરક્ષાને ધ્યાને રાખી યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે. જેમાં યુનિવર્સિટીમાં સવારે અને સાંજે જોગિંગ કરવા પર પ્રતિબંધ મુકાયો છે. તો રાત્રીના સમયે કેમ્પસમાં જવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: