Gujarat Election/ ભરૂચની પાંચ બેઠકો પર ભાજપના આ ઉમેદવારો કન્ફોર્મ, દુષ્યંત પટેલની ટિકિટ કપાઇ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે જ દિલ્હીમાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 182 નામો પર મંથન થયું હતું,

Top Stories Gujarat
21 3 ભરૂચની પાંચ બેઠકો પર ભાજપના આ ઉમેદવારો કન્ફોર્મ, દુષ્યંત પટેલની ટિકિટ કપાઇ
  • નવસારી વિધાનસભા બેઠક ઉપર સૌથી મોટો ફેરફાર
  • હાલના ધારાસભ્ય પિયુષ દેસાઈની ટિકિટ કપાઈ
  • પિયુષ દેસાઈની જગ્યાએ રાકેશ દેસાઈને અપાઇ ટિકિટ
  • મોડી રાત્રે ફોન કરીને જાણ કરવામાં આવી
  • રાકેશ દેસાઈ ભાજપના જૂના કાર્યકર્તા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા હાલમાં ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ગઈકાલે જ દિલ્હીમાં કેન્દ્રિય પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં 182 નામો પર મંથન થયું હતું, જે બાદ મોડી રાત્રે જ નેતાઓને ફોન આવ્યા બાદ તૈયાર રહેવા સૂચન કરવા જણાવવામાં આવ્યું છે.

ભરુચ જિલ્લાની પાંચ બેઠકો પર ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો ભરૂચમાંથી રમેશ મિસ્ત્રી, અંકલેશ્વરમાંથી ઈશ્વર પટેલ, જંબુસરમાંથી ડી.કે સ્વામી, વાગરામાંથી અરુણસિંહ રાણા તથા ઝઘડિયામાંથી રિતેશ વસાવાને ટિકિટ અપાઈ શકે છે. આ તમામ નેતાઓને મોડી રાત્રે ફોન આવ્યા હતા અને ફોર્મ ભરવા માટે કહેવાયું હતું. જોકે આ પાંચ નામ સામે આવતા જ દુષ્યંત પટેલનું પત્તું આ વખતની ચૂંટણીમાં કપાઈ ગયું છે.

દુષ્યંત પટેલ ભરૂચથી ભાજપના ધારાસભ્ય છે અને તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે અને દક્ષિણ ગુજરાતમાં તેઓ ભાજપના કદાવર નેતા ગણાય છે.ગત વર્ષે જ સંપૂર્ણ રૂપાણી સરકારના મંત્રીમંડળની બદલી કરાઈ ત્યારે દુષ્યંત પટેલને ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી ચર્ચાઓ ઉઠી હતી.