કચ્છ/ નર્મદા કેનાલમાં પાણી તો આવ્યું, પરંતુ માત્ર 24 કલાકમાં જ નહેરમાં પડ્યું મસમોટું ગાબડું, ખેતરો બન્યા બેટ

બુધવારે નર્મદા નદીનું પાણી ગુજરાતના કચ્છના માંડવીમાં કેનાલ મારફતે વહન કરવામાં આવ્યું હતું. પાણી પહોંચી જતાં લોકોએ ઉજવણી કરી હતી. પરંતુ 24 કલાક બાદ નર્મદા કેનાલનો એક ભાગ તૂટી ગયો હતો. જેના કારણે અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા.

Top Stories Gujarat Others
Untitled.png123 4 નર્મદા કેનાલમાં પાણી તો આવ્યું, પરંતુ માત્ર 24 કલાકમાં જ નહેરમાં પડ્યું મસમોટું ગાબડું, ખેતરો બન્યા બેટ

કચ્છના માંડવીમાં બુધવારે નર્મદાનું પાણી પહોંચ્યું હતું. લોકોએ ભારે હર્ષોલ્લાસથી નર્મદા કેનાલના પાણીના વધામણાં કર્યા હતા.  જો કે લોકોની આ ખુશી લંબો સમય ટકી ના હતી. પાણી આવ્યાના 24 કલાક માં જ નહેરમાં મસમોટા ગાબડાં પડ્યા હતા. અને નહેરનું પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું.

નર્મદા જિલ્લાથી 400 કિમી દૂર કેનાલ મારફતે કચ્છના માંડવીના મોડકુબામાં નર્મદાનું પાણી પહોંચ્યું ત્યારે લોકોએ પ્રાર્થના કરી હતી. લોકોને ઉજવણીના 24 કલાક પણ પૂરા થયા ન હતા કે કેનાલનો એક ભાગ તૂટી ગયો હતો. જેના કારણે હવે અનેક ગામોમાં પાણી ઘૂસી ગયા છે. કચ્છના માંડવીમાં નર્મદા કેનાલનો ભાગ તૂટવાને કારણે અનેક ગામોના ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોનો આક્ષેપ છે કે કેનાલ બનાવવામાં ભ્રષ્ટાચાર થયો છે.

કચ્છ એક રણ પ્રદેશ છે. અંહી હમેશા પાણીની તંગી વર્તાય છે. અહીં લોકો પાણીના દરેક ટીપા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. પરંતુ બુધવારે નર્મદા કેનાલ મારફતે અહીંના મોડકુબા સુધી પાણી પહોંચાડવામાં આવ્યું હતું. પાણી આવતા લોકોએ ઉજવણી કરી હતી. પૂજા અર્ચના કરી જળ સ્વાગત કરાયું હતું.

નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે આ સપનું જોયું હતું

નર્મદા નદીના પાણીને કચ્છ સુધી પહોંચાડવાનું આ સ્વપ્ન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જોયું હતું. 2017ની ચૂંટણી પહેલા નર્મદાના પાણીના પરિવહન માટે કચ્છની અંદર એક મોટું પમ્પિંગ સ્ટેશન પણ બનાવવામાં આવ્યું હતું, જેથી કરીને કચ્છના ભૌગોલિક રીતે ઊંચા વિસ્તારમાં પાણી પહોંચાડી શકાય.

 

સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને માહિતી આપી હતી

કચ્છના મોડકૂબામાં પાણી પહોંચતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, નર્મદા મૈયાનું પાણી કચ્છના મોડકૂબા અને ભુજપુર કેનાલમાં પહોંચતા સ્થાનિક લોકોએ આવકાર્યું છે, નર્મદાનું પાણી કચ્છની સૂકી જમીન સુધી પહોંચ્યું છે. ભગીરથ તરીકે કામ કરનાર નરેન્દ્રભાઈના દ્રઢ સંકલ્પ સાથે આ કાર્ય પૂર્ણ થયું છે. તે માત્ર પાણી નથી, તે ઘણા પરિવારોના સુખ અને સમૃદ્ધ જીવનની ભેટ છે.

ED raids / Vivo પર EDની કાર્યવાહીથી ઉશ્કેરાયું ચીન, કહ્યું- વિદેશી કંપનીઓ ભારતમાં રોકાણ કરવાની ઇચ્છા થશે ઓછી