ગુજરાત/ વધુ એક વાર કમોસમી વરસાદ, જગતનો તાત ચિંતામાં 

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી વચ્ચે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે.

Gujarat Others
વરસાદ

છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે.જેના કારણે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને હાલાકી ભોગવી પડે છે,ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરી છે.વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા કમોસમી વરસાદની શક્યતાઓ વધી છે. કમોસમી વરસાદને કારણે પાક બગડી રહ્યો છે પાક ઓછો થવાથી ભાવમાં વધારો સર્જાઈ રહ્યો છે. જેને કારણે મોંઘવારીનું પ્રમાણ પણ વધ્યું છે.

માંદગીના પ્રમાણમાં વધારો

આવનારી  4 અને 5 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ 5 એપ્રિલે બનાસકાંઠામાં તેમજ સાબરકાંઠામાં પણ પડશે તો મોટાભાગના શહેરોમાં તાપમાન 35 ડિગ્રી થી વધશે આ બંને ઋતુ વચ્ચે બીમારીઓ ઘર કરવા લાગી છે. કોરોના ફરી પોતાનો પગપેસારો કરી રહ્યો છે તો નવો વેરિયંટ પણ આવી ગયો છે. ડબલ ઋતુના કારણે લોકોના સ્વાસ્થ્ય બગડી રહ્યા છે.હજુ પણ 2 થી 4 ડિગ્રી તાપમાન વધવાની સંભાવના હવામાનવિભાગ દ્વારા કરવામાં આવી છે.

આકરી ગરમી વચ્ચે કમોસમી વરસાદ

ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આકરી ગરમી વચ્ચે વરસાદ થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ-પૂર્વ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સાથે સૌરાષ્ટ્રના ગીર-સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના મહત્તમ તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે. પરંતુ અત્યારે કોલક જિલ્લાના છત્રાલમાં વરસાદ થયાના સમાચાર મળી રહ્યા છે.

આ પણ વાંચો:વડોદરામાં વધુ એક રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારો, વાહનોમાં પણ તોડફોડ

આ પણ વાંચો:કોર્પોરેટરનું કારસ્તાન,કામગીરીને બદલે દેખાડ્યો રુવાબ 

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબા જાડેજાએ અજમાવ્યો બેટિંગ પર હાથ, જુઓ ખાસ ફોટો

આ પણ વાંચો:ફિલ્મી દુનિયાનો ક્રેઝ વિદ્યાર્થીઓમાં જાગ્યો, અસલી વિદ્યાર્થીની જગ્યા પર ડમી વિદ્યાર્થી પહોંચ્યો પરીક્ષા આપવા 

આ પણ વાંચો: ઈન્દોરના મંદિર અકસ્માતમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત, 40 ફૂટ ઊંડા પગથિયાંમાંથી રાતભર નીકળ્યા મૃતદેહો