Not Set/ કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,દુષ્કર્મ થવાનો જ હોય ​​ત્યારે સૂઈ જાઓ અને મજા કરો

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર રમેશ કુમારે મહિલાઓને લઈને ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. 

Top Stories India
controversy કર્ણાટકના કોંગ્રેસના ધારાસભ્યએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન,દુષ્કર્મ થવાનો જ હોય ​​ત્યારે સૂઈ જાઓ અને મજા કરો

કોંગ્રેસના ધારાસભ્ય અને કર્ણાટક વિધાનસભાના પૂર્વ સ્પીકર રમેશ કુમારે મહિલાઓને લઈને ખૂબ જ વાંધાજનક અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.  નિવેદન આપતાં રમેશ કુમારે કહ્યું કે જ્યારે બળાત્કાર થવાનો જ હોય ​​ત્યારે સૂઈ જાઓ અને મજા કરો. હવે આ નિવેદનને લઈને તેમની સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.

 

 

આ નિવેદન આપ્યું ત્યારે તેનો ઉગ્ર વિરોધ થવાને બદલે મોજૂદ સભ્યોમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ધારાસભ્યોએ ખેડૂતોના મુદ્દે ચર્ચા કરવા માટે સ્પીકર વિશ્વેશ્વરા હેગડે કાગેરી સમક્ષ માગણી કરી હતી.

આ મુદ્દે હોબાળો મચી રહ્યો હતો ત્યારે સ્પીકરે કહ્યું કે જો દરેકને બોલવા દેવામાં આવે તો તેઓ કેવી રીતે ગૃહ ચલાવી શકશે? એ પછી તેમણે ભૂતપૂર્વ સ્પીકર કેઆર રમેશ કુમાર તરફ જોઈને કહ્યું કે, ‘મને લાગે છે કે હું સ્થિતિને નિયંત્રણ નહીં કરી શકું. ચાલો તેને માણી લઈએ.’ સ્પીકરના આ નિવેદન બાદ રમેશ કુમારે વાંધાજનક નિવેદન આપતા કહ્યું કે ‘એવું કહેવાય છે કે જ્યારે રેપ ટાળી ન શકાય ત્યારે પડ્યા રહો અને માણી લો.’અગાઉ પણ કોંગ્રેસ નેતા રમેશ કુમાર આ પહેલા પણ દુષ્કર્મ પીડિતાઓનું અપમાન કરી ચૂક્યાં છે.