Prophet row/ ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલના ઘરની બહાર PCR વાન પર હુમલો,પરિવારને જાનનો ખતરો

દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલની સુરક્ષામાં તૈનાત PCR વાન પર શનિવારે રાત્રે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. નવીન જિંદાલે રવિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી

Top Stories India
2 38 ભાજપના પૂર્વ પ્રવક્તા નવીન જિંદાલના ઘરની બહાર PCR વાન પર હુમલો,પરિવારને જાનનો ખતરો

દિલ્હી ભાજપના પૂર્વ નેતા નવીન જિંદાલની સુરક્ષામાં તૈનાત PCR વાન પર શનિવારે રાત્રે અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. નવીન જિંદાલે રવિવારે સવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. હુમલાને પોતાના પરિવારની સુરક્ષા સાથે જોડીને નવીન જિન્દાલે કહ્યું કે મારા પરિવારના જીવને ઈસ્લામિક જેહાદીઓથી ખતરો છે. ઉલ્લેખનીય છે  કે 29 જૂને પણ નવીન જિંદાલે ટ્વીટ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપવાની વાત કરી હતી.  નવીન જિંદાલ પયગંબર મોહમ્મદ પર નિવેદન આપીને વિવાદોમાં આવ્યા હતા. આ પછી ભાજપે તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.

નવીન જિંદાલે આજે સવારે ટ્વીટ કરીને કહ્યું કે મેં મારા પરિવારના જીવને જોખમ હોવા અંગે પુરાવા સાથે અનેકવાર દિલ્હી પોલીસને જાણ કરી છે. તેણે કહ્યું કે મારા ઘરે એક પીસીઆર વાન અને એક કોન્સ્ટેબલ તૈનાત છે. રાત્રે જેહાદીઓએ પીસીઆરના કાચ તોડીને મારા અને મારા પરિવાર પર હુમલાનો સંદેશો આપ્યો છે.

નવીન જિંદાલે લક્ષ્મી નગર પોલીસ સ્ટેશનના પ્રભારી પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તે અવારનવાર પોતાના ત્રણ-ચાર પોલીસ કર્મચારીઓ સાથે આવે છે અને ફોટોગ્રાફ્સ લઈને નીકળી જાય છે. ઘણી વખત મેં તેમને જીવના જોખમ વિશે વાત કરી, તો લક્ષ્મીનગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે પોલીસ સ્ટેશનમાં સ્ટાફની અછત છે, અમે ક્યાંથી અને કેવી રીતે પોલીસ કર્મચારીઓને તૈનાત કરીશું. દિલ્હી પોલીસ કમિશનરને આ સંદર્ભમાં માહિતી આપતા ભાજપના પૂર્વ નેતાએ પોતાની અને પરિવારની સુરક્ષા માટે વિનંતી કરી છે.