Not Set/ દાહોદ: કંબોઈ ગામે શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ

દાહોદ, દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે 1997થી ભરતી થયેલ બાલગુરુ વિદ્યાસહાયકોની સળંગ નોકરી સહિતની પડતર માંગણીઓને લઈને લીમખેડાના કંબોઈ ગામે  શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા 1997થી શિક્ષણ વિભાગમાં શિક્ષકોની પાંચ વર્ષ સુધી ફીક્સ પગારથી ભરતી કરવામાં આવી હતી જે ભરતી થયેલા […]

Top Stories Gujarat Others
mantavya 236 દાહોદ: કંબોઈ ગામે શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ

દાહોદ,

દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આજે 1997થી ભરતી થયેલ બાલગુરુ વિદ્યાસહાયકોની સળંગ નોકરી સહિતની પડતર માંગણીઓને લઈને લીમખેડાના કંબોઈ ગામે  શિક્ષકો દ્વારા ધરણાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા.

રાજ્ય સરકાર દ્વારા 1997થી શિક્ષણ વિભાગમાં શિક્ષકોની પાંચ વર્ષ સુધી ફીક્સ પગારથી ભરતી કરવામાં આવી હતી જે ભરતી થયેલા શિક્ષકો માંથી રાજય સરકાર દ્વારા 2006 થી ભરતી થયેલ શિક્ષકોની નોકરી સળંગ ગણવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી.

પરંતુ 1997 થી વિદ્યાસહાયક તરીકે ભરતી થયેલા શિક્ષકોને સરકાર દ્વારા સળંગ નોકરી નહિ કરતા જીલ્લા સહિત રાજયભરના શિક્ષકોએ સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને જીલ્લાના મામલતદાર, કલેક્ટર સહિત જીલ્લા સાંસદ અને ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવેલ હોવા છતા કોઈ નિરાકરણ નહિ આવતા આજે દાહોદ જીલ્લાના શિક્ષકોએ પડતર માગણીઓને લઈને લીમખેડા તાલુકાના કંબોઈ ગામે ધરણાંનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જેમાં સમગ્ર જીલ્લા માંથી મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા અને જો સરકાર તેઓની માંગણીઓ નહિ સ્વીકારે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી, હવે જોવાનું એ રહેશે કે સરકાર ક્યારે શિક્ષકોની પડતર માગણીઓનો ઉકેલ લાવે છે.