Viral Video/ દોરડાની મદદથી ખાડો પાર કરવા ગઇ આ છોકરી, પછી જે થયુ જુઓ આ Video માં

સોશિયલ મીડિયાની દુનિયામાં તમે અનેકો એવા વીડિયો જોઇ શકો છો કે જે તમને હસવામાં મદદ કરી શકે. ખાસ કરીને તમે બાળકોને લગતા એવા ઘણા વીડિયો જોયા હશે જે જોય બાદ તમે તમારી હસી નહી રોકી શકો.

Videos
ખાડો પાર કરવા શું કર્યુ આ છોકરીએ

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોથી ભરેલું છે. લોકો વારંવાર એવા વીડિયો શોધતા હોય છે, જે ફની હોય અને જોઈને હસુ આવી જાય. લોકો હસાવી શકે તેવા વીડિયો એટલે પણ શોધતા હોય છે કે જેનાથી દિવસભરનો થાક ઓછો થાય અને તણાવ ઓછો થઇ શકે.

આ પણ વાંચો – Pak vs WI / પાકિસ્તાની યુવા ટીમ તોડી રહી છે બેક ટૂ બેક રેકોર્ડ, હવે નોંધાવ્યો આ રેકોર્ડ

આપને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયાની દુનિયામાં તમે અનેકો એવા વીડિયો જોઇ શકો છો કે જે તમને હસવામાં મદદ કરી શકે. ખાસ કરીને તમે બાળકોને લગતા એવા ઘણા વીડિયો જોયા હશે જે જોય બાદ તમે તમારી હસી નહી રોકી શકો. બાળકો ખાસ કરીને રમતમાં વ્યસ્ત હોય છે આ દરમિયાન તેમના દ્વારા કોપી પણ ખૂબ કરવામાં આવતી હોય છે. ઘણીવાર આ કોપીનાં ચક્કરમાં તેમની સાથે જે થાય છે તે આશપાસ રહેલા લોકો માટે હસવાનું કારણ બની જાય છે. બાળકો સાથે જોડાયેલા આવા તમામ વીડિયો તમને સોશિયલ મીડિયા પર જોવા મળશે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દેખાય છે કે બાળકો રમી રહ્યાં છે, પરંતુ પછી કંઈક એવું થાય છે, જેની ભાગ્યે જ કોઈએ આશા રાખી હશે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે બાળકો દોરડાની મદદથી રમી રહ્યા છે, જેમાં એક વ્યક્તિ પણ તેમની મદદ કરી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક બાળક દોરડાની મદદથી લટકતા માટીથી ભરેલા ખાડાને સરળતાથી પાર કરી શકે છે. આ પછી, એક છોકરી પણ આ જ રીતે દોરડાથી લટકીને ખાડો પાર કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ શરૂઆતમાં તેનું સંતુલન બગડે છે અને તે કાદવથી ભરેલા ખાડામાં પડી જાય છે. તેનું આખું શરીર કાદવથી ખરાબ થઇ જાય છે. તે પછી તે ત્યાંથી રડતા રડતા ઉભી થઈને ચાલી જાય છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો – આઝાદી કા અમૃત મહોત્સવ /  પાટડી પોસ્ટ ઓફિસ દ્વારા સૂરજમલજી હાઈસ્કૂલમાં ટપાલ લેખન સ્પર્ધા યોજાઈ

આ રમૂજી વીડિયો ઈન્સ્ટાગ્રામ પર lustigejoke નામનાં શખ્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે કે, ‘Tag the friend who should see this’. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 2,700થી વધુ લોકોએ વીડિયોને લાઈક કર્યો છે. વળી, ઘણા લોકોએ આ વીડિયો પર ફની કોમેન્ટ્સ પણ કરી છે, એક યુઝરે લખ્યું છે કે, ફેટ કિડ્સ સાથે હંમેશા આવું જ થતું હોય છે. આ સિવાય ઘણા યુઝર્સે બાળકની સ્થૂળતા વિશે કોમેન્ટ કરી છે.