મુંબઈ
અર્જુન કપૂર અને પરિણીત ચોપરાની ફિલ્મ ‘નમસ્તે ઈંગ્લેંડ’નું ટ્રેલર આજે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ ‘ઈશકઝાદે’ના બંને સ્ટારકાસ્ટ એકવાર ફરી અલગ રીતેની લવસ્ટોરી લઈને આવી રહ્યા છે. જણાવીએ કે તાજેતરમાં આ ફિલ્મના બે પોસ્ટર રિલીઝ કરવામાંઆવ્યા હતા તેમાંથી એક પોસ્ટર વિવાદોથી ઘેરા ગયું હતું.
પરિણીત ચોપરા અને અર્જુન કપૂરે તેમના ટ્વીટર એકાઉન્ટ પર આ ફિલ્મના ટ્રેલરની લિંક શેર કરી હતી. જણાવીએ કે ટ્રેલરની શરૂઆત દશેરાના તહેવાર સાથે થાય છે. શરૂઆત જોઇને લાગે છે કે ફિલ્મની સ્ટોરી લવસ્ટોરી જેવું મહેસુસ કારવાઈ છે. પરંતુ જેમ જેમ સ્ટોરી આગળ વધે છે તેમ તેમ સમજી શકાય છે કે એક છોકરી તેના અધિકાર માટે સમાજ સાથે લડી રહી છે અને તેના હક મેળવવા માટે ભારતથી લંડન જતી રહે છે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મ 19 ઓક્ટોમ્બરના રોજ રીલીઝ કરવામાં આવશે.
જુઓ ટ્રેલર…