Not Set/ નોઈડાના બગીચામાં નમાઝ પઢવા અંગે પોલીસની પાબંધી

સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ફરિયાદ નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 58માં આવેલા પાર્ક (બગીચા)માં નમાઝ પઢવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, એક ફરિયાદના આધારે કાર્યવાહી કરતા નોઈડા સેક્ટર 58 પોલીસ ચોકીના અધિકારીએ આદેશ પ્રસિદ્ધ કર્યો છે કે, અહિયાં પાર્ક (બગીચા)માં કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિ માટે […]

Top Stories India Trending
Namaz ban by Uttar Pradesh Police in Noida Sector 58’s Park

સ્થાનિક લોકો દ્વારા પોલીસને કરવામાં આવી હતી ફરિયાદ

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની સાથે જોડાયેલા ઉત્તર પ્રદેશના નોઈડાના સેક્ટર 58માં આવેલા પાર્ક (બગીચા)માં નમાઝ પઢવા ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે, એક ફરિયાદના આધારે કાર્યવાહી કરતા નોઈડા સેક્ટર 58 પોલીસ ચોકીના અધિકારીએ આદેશ પ્રસિદ્ધ કર્યો છે કે, અહિયાં પાર્ક (બગીચા)માં કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિ માટે અનુમતિ નથી, જેમાં શુક્રવારના રોજ નમાઝ પઢવામાં આવે છે તેનો પણ સમાવેશ થઈ જાય છે.

આ પાર્ક ઓથોરિટી (સત્તામંડળ)નો છે. કહેવાય રહ્યું છે કે, અહિયાં 10 થી 15 લોકો નમાજ પઢવા માટે આવતા હતા. પરંતુ હવે જયારે આશરે ૨૦૦થી વધુ લોકો નમાઝ પઢવા માટે અહિયાં આવી જાય છે ત્યારે અહિયાં ફરવા આવનારા લોકોએ પોલીસમાં ફરિયાદ કરી છે. આ પછી નમાઝ પઢવા વાળા લોકોએ સિટી મેજિસ્ટ્રેટ પાસેથી પણ પરવાનગી માંગી હતી. પરંતુ તેમને પરવાનગી મળી ન હતી.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે, આ પાર્કની આસપાસમાં આવેલી કંપનીઓમાં આ અંગેની સૂચના આપી દેવામાં આવી છે. તેમની કંપનીમાં ફરજ બજાવતા મુસ્લિમ લોકોને નમાઝ પઢવા માટેની જગ્યા ઉપલબ્ધ કરાવવામાં આવે અને સાથે સાથે એ પણ સુચના પણ આપી દેવામાં આવી છે કે જાહેર પાર્કમાં નમાઝ પઢે નહિ.

આ આદેશ પર વિવાદ થયા પછી નોઈડા પોલીસે કહ્યું હતું કે, આ અંગે એક ફરિયાદના આધારે નિર્ણય કરવામાં આવ્યો છે. તેનાથી કોઈને કોઈ પણ જાતની પરેશાની નથી. વિસ્તારમાં શાંતિનો માહોલ છે. હકીકતમાં પાર્કમાં કોઈ પણ પ્રકારની ધાર્મિક ગતિવિધિઓ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેમાં નમાઝ હોય કે પછી કોઈ પણ પ્રકારના જાગરણનો પણ સમાવેશ થાય છે.

પોલીસે પોતાના આદેશમાં જણાવ્યું છે કે, અહિયાં ઉપસ્થિત કંપનીઓ દ્વારા પોતાના કર્મચારીઓને આ આદેશ અંગે સૂચના આપી દેવામાં આવે. જો ફરી વખત કોઈ વ્યક્તિ પાર્કમાં નમાઝ પઢતા પકડાશે તો તેની જવાબદારી જે તે કંપનીની રહેશે.

શરૂ થઈ ગઈ રાજકીય બયાનબાજી

પોલીસ દ્વારા જાહેર કરાયેલા આ આદેશ પર બયાનબાજી પણ શરુ થઈ ગઈ છે. ભાજપના પ્રવક્તા ડૉ. ચંદ્રમોહને કહ્યું કે, આ આ મુદ્દાને રાજનીતિની સાથે જોડીને જોવો ના જોઈએ. સ્થાનિક પ્રશાસને એક ફરિયાદના આધારે આ નિર્ણય લીધો છે, આ લો એન્ડ ઓર્ડરનો મામલો છે.

જયારે સમાજવાદી પાર્ટીના પ્રવક્તા સુનીલ યાદવે કહ્યું કે અમે કંપનીને અપીલ કરીએ છીએ કે, તેઓ મુસ્લિમ કર્મચારીઓની માટે નમાઝ પઢવા માટે જગ્યા ઉપલબ્ધ કરાવે. જો એવું ના થઈ શકે તેમ હોય તો થોડા સમય માટે તેમને રિસેસ આપવામાં આવે જેથી તેઓ મસ્જિદમાં જઈને નમાઝ પઢી શકે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ અગાઉ પણ હરિયાણાના ગુરુગ્રામમાં જાહેરમાં નમાઝ પઢવા અંગે આવા પ્રકારના આદેશો પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત કેટલાક હિંદુ સંગઠનોએ પણ જાહેરમાં નમાઝ પઢવા અંગેનો વિરોધ કર્યો હતો.