Not Set/ બાકી લેણાંને કારણે પેટ્રોલ પંપે ન ભરી આપ્યું પેટ્રોલ, મંત્રીજીએ આવી રીતે કરી બસમાં સફર

મંદી અને પૈસાની અછત ક્યાં છે તેવું પુછતા લોકો માટે આ ઘટના મહત્વ પૂર્ણ છે. કોઇ રાજ્ય સરકાર દ્વારા કોઇ કંપની કે સંસ્થાનનાં પૈસા બાકી રાખવા અને પછી લાંંબો સમય ન ચૂકવવા(ન હોવાનાં કારણે કે બીજા કારણે) અને પછી જ્યારે સંસ્થાન કોઇ પગલા લે ત્યારે શું હાલત થાય છે તે આ ઘટના બરોબર સાદર્શ કરી […]

Top Stories India
minister બાકી લેણાંને કારણે પેટ્રોલ પંપે ન ભરી આપ્યું પેટ્રોલ, મંત્રીજીએ આવી રીતે કરી બસમાં સફર

મંદી અને પૈસાની અછત ક્યાં છે તેવું પુછતા લોકો માટે આ ઘટના મહત્વ પૂર્ણ છે. કોઇ રાજ્ય સરકાર દ્વારા કોઇ કંપની કે સંસ્થાનનાં પૈસા બાકી રાખવા અને પછી લાંંબો સમય ન ચૂકવવા(ન હોવાનાં કારણે કે બીજા કારણે) અને પછી જ્યારે સંસ્થાન કોઇ પગલા લે ત્યારે શું હાલત થાય છે તે આ ઘટના બરોબર સાદર્શ કરી રહી છે. જી હા આવા જ કારણથી પુડ્ડુચેરીનાં એક નેતા ક્ષોભ જનક સ્થિતિંમાં મુકાયા હતા.

વાત જાણે એમ છે કે, પુડ્ડુચેરીનાં કો-ઓપરેટિવ પેટ્રોલ સ્ટેશન દ્વારા સરકારી વિભાગોનાં લેણાં બાકી હોવાને ધ્યાનમાં રાખીને પુડ્ડુચેરી પ્રધાન આર.કમલકનનની કારમાં બળતણ ભરવાની ના પાડી દેવાયા પછી પુડ્ડુચેરી પ્રધાન આર.કમલકનનને જાહેર બસમાં બેસીને મુસાફરી કરી હતી.

આપને જણાવી દઇએ કે આમ તો તમામ રાજ્યોની જાહેર સર્વિસની બસોમાં ધારાસભ્યો માટે બે સીટો રિઝર્વ રાખવામાં આવતી હોય છે. પરંતુ સામાન્યતા કોઇ ધારાસભ્ય આ જાહેર બસ સર્વિસીઝનો ઉપયોગ કરતા હોતા નથી અને જ્યારે કોઇ 1000માંથી એક ધારાસભ્ય કોઇ કારણોસર જાહેર બસમાં ચડી આવે છે, તો તે મુસાફરી કરતા માર્કેટીંગ વધુ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.