Gujarat/ ગુજરાતમાં OBC કમિશન શોભાના ગાંઠિયા સમાન’, ગુજરાત હાઈકોર્ટે સરકારને ખખડાવી

સમગ્ર મામલે આગામી 18મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

Gandhinagar Top Stories Gujarat
ગુજરાત હાઈકોર્ટ

ગુજરાતમાં OBC કમિશનમાં માત્ર એક જ સભ્ય હોવાને લઇ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવેલી જાહેર હિતની અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે કમિશનની કામગીરી બાબતે સ્પષ્ટતા કરવા સરકારને આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે સરકારને ટકોર કરી હતી કે OBC કમિશન માત્ર ફરિયાદ સંભાળવા માટેનું પંચ નથી.

શું છે સમગ્ર મામલો
ગુજરાત રાજ્યમાં કાયમી OBC કમિશન નહીં હોવાના મામલે હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી. જેના પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં હાઈકોર્ટે ગુજરાત સરકારને ટકોર કરીને ખુલાસો માંગ્યો છે. સમગ્ર મામલે આગામી 18મી ડિસેમ્બરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

કોર્ટે શું કહ્યું
ગુજરાત હાઈકોર્ટે માત્ર 1 સભ્ય પર ચાલતા OBC કમિશન પર ગુજરાત સરકાર પાસે ખુલાસો માંગ્યો હતો. હાઈકોર્ટે સરકારને ટકોર કરી છે કે, સરકાર કમિશન પાછળ કેટલો ખર્ચ કરે છે તે મહત્વનું નથી, કમિશન કંઈ રીતે કાર્યરત છે તે મહત્વનું છે. કમિશન માત્ર ફરિયાદ સ્વીકારવા માટે જ બન્યું નથી. હાલ કમિશન શોભાના ગાંઠીયા જેવું બની રહ્યું છે.

કમિશનની કામગીરી પર સ્પષ્ટતા કરો
ગુજરાત હાઇકોર્ટે કમિશનની કામગીરી સહિતની બાબતો પર સ્પષ્ટતા કરવા સરકારને નિર્દેશ આપ્યો છે. સાથે OBC જ્ઞાતિઓનો સમયાંતરે સર્વે નહીં થયો હોવાની બાબતની પણ કોર્ટે નોંધ લીધી હતી. જણાવી દઇએ કે NCBC કમિશનમાં 5 સભ્યો હોય છે, જ્યારે ગુજરાતમાં માત્ર 1 સભ્યની રચના મામલે સરકારે પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર

આ પણ વાંચોઃ મસ્જિદના લાઉડસ્પીકર પર ચાલતી અઝાનને લઇ ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો

આ પણ વાંચોઃ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર પરીક્ષાની પદ્ધતિમાં કરાયા મોટા ફેરફાર


Follow us on : Facebook | Twitter | WhatsApp | Telegram | Instagram | Koo | YouTube
Mobile App : Android | IOS