અરવલ્લી જીલ્લાના ધનસુરા તાલુકાના આકૃન્દની શાળામાં ધોરણ ૧૦મ અભ્યાસ કરતો વિધાર્થી છેલ્લા બે દિવસથી લાપતા છે. જે અંગે પરિવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી. કોઈ પત્તો ના મળતા છેવટે પોલીસ ફરિયાદ નોધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધનસુરા તાલુકાનો આકરુન્દ ની શાળામાં ધોરણ ૧૦માં અભ્યાસ કરતો ૧૫ વર્ષીય વિદ્યાર્થી છેલ્લા બે દવસથી લાપતા છે. ગત 30 ડીસેમ્બરના રોજ ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળેલ વિદ્યાર્થી શાળાએથી પરત ઘરે નાં આવતા પરિવાર જનોએ શોધખોળ હાથ ધરી હતી. બે દિવસની શોધખોળ બાદ પણ કોઈ પત્તો ના મળતા પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોધાવી હતી.
નજીક ની કેનાલ પાસેથી વિદ્યાર્થીના સ્કુલ બેગ અને ચપ્પલ મળી આવ્યા હતા. જેને લઈને ફાયરબ્રિગેડની ટીમને સાથે રાખીને પોલીસે તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
