નવસારી/ અન્નદાતા અને જગતના તાત સાથે પણ ખાતરના નામે છેતરપીંડી

અન્નદાતા અને જગતના તાત સાથે પણ ખાતરના નામે છેતરપીંડી

Top Stories Gujarat Others

@ઋષ્યંત શર્મા, નવસારી

અન્નદાતા અને જગતના તાત પણ હવે છેતરામણી ના ભોગ બની રહ્યા છે જેઓ બે ટંક જમવાનું દેશવાસીઓને આપી રહ્યા છે એવા ખેડૂતો સાથે સરકારે નિમેલી અક્ષર  ફર્ટિલાઈઝર એજન્સી ખેડૂતોના હક ચૂસી રહી છે. ફર્ટિલાઈઝર ખાતર ખેડૂતોને ન આપવા છતાં ચોપડે નોંધ કરી મલાઈ ખાવાનો ધંધા નો ખેતીવાડી વિભાગે પર્દાફાશ કર્યો છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલ ફલવેલ ગામે ફર્ટિલાઈઝર ખાતર વિતરણ નો ડેપો ઉભો કરવામાં આવ્યો છે. જે સરકાર દ્વારા નિમાયેલો અક્ષર ફર્ટિલાઈઝર એજન્સી ના નામે ચાલી રહ્યો છે. જે એજન્સી જરૂરિયાતમંદ ખેડૂતોને સબસીડી મળે એવું ખાતર આપતા હોય છે.

જેની દેખરેખ ખેતીવાડી વિભાગે કરવાની હોય છે. પરંતુ એજન્સી ના કર્તાહર્તાઓ ખેડૂતો ને ચુનો લગાવીને માલ સગેવગે કરતા હતા જેમાં મોટે ભાગને બિલો બનાવ્યા છે. પણ ખેડૂતો ને ખાતર આપ્યા ન હતા.  જેની ચકાસણી ખેતીવાડી અધિકારીએ કરતા સમગ્ર કૌભાંડનો મામલો બહાર આવ્યો હતો. જેમાં 2040 ગુણ અલગ અલગ કંપની ના ખાતર ની ખરીદી કરી હતી.

જેની કિંમત  5 લાખ 42 હજાર 6 સો ને 60 રૂપિયા થાય જેના ખાતર વિતરણ વગર ખોટા બિલો 178 બનાવ્યા હતા. જેમાં 67 ચકાસ્યા હતા અને 5 બિલો સાચા હતા. અને અન્ય બિલો ચકસવાના બાકી રહ્યા છે. એટલેકે અહીં ખેડૂતો નામ વટાવી ને મોટું કૌભાંડ આચરવામાં આવતા એજન્સીના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…